રોજ ખાઓ માત્ર બે લવિંગ, દૂર થઈ જશે આટલી બીમારીઓ

રોજ ખાઓ માત્ર બે લવિંગ, દૂર થઈ જશે આટલી બીમારીઓ

નવી દિલ્હી, 7 માર્ચ 2020, શનિવાર

રસોઈનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં આવતું લવિંગ સ્વાસ્થ્યને પણ સુધારે છે. લવિંગની તાસીર ગરમ હોય છે આ ઉપરાંત તેનાથી શરદી ખાંસી જેવી તકલીફો પણ દૂર થાય છે. પરંતુ આ સિવાય કેટલીક બીમારી છે જે લવિંગ દૂર કરી શકે છે. આ લાભ વિશે આજ સુધી તમે જાણ્યું પણ નહીં હોય. તો ચાલો તમને જણાવીએ કે રોજ માત્ર 2 લવિંગ ખાવાથી શરીરને કયા લાભ થઈ શકે છે. 

1. આયુર્વેદ અનુસાર લવિંગનો ઉપયોગ કરવાથી દાંસ અને સાયનસ સંબંધી સમસ્યા દૂર થાય છે. આ બંને તકલીફમાં લવિંગનો ઉપયોગ વિશેષ રીતે કરવામાં આવે છે. લવિંગમાં યૂજિનોલ તત્વ હોય છે જે સાયનસ અને દાંતની કેટલીક તકલીફોને  દૂર કરે છે. આ જ કારણ છે કે 80 ટકા ટૂથપેસ્ટમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. 

2. શરદી, ઉધરસ જેવી બીમારીમાં લવિંગ ખૂબ લાભકારી સાબિત થાય છે. લવિંગમાં એંટીબેક્ટીરીયલ ગુણ અને એંટી ફંગલ તત્વો હોય છે જે શરદી અને ઉધરસને દૂર કરે છે. જેમને શરદી અને ઉધરસ રહેતી હોય તેમણે મોંમાં લવિંગ રાખવા જોઈએ. આ ઉપરાંત લવિંગ વાળી ચા પીવાથી પણ લાભ થાય છે. 

3. લવિંગ શરીરમાં સુગર લેવલ પણ કંટ્રોલ કરે છે. લવિંગમાં વિટામિન ઉપરાંત અન્ય મિનરલ્સ પણ હોય છે તેનાથી ડાયાબિટીસના રોગીઓને લાભ થાય છે. ડાયાબિટીસ હોય તેમણે ગરમ પાણીમાં 5થી 6 લવિંગ ઉમેરી અને રાખી દેવું. આ પાણી ઠંડુ થાય ત્યારે તેને પી જવું. 

4. લવિંગમાં યૂજેનિયા નામનું તત્વ હોય છે જે શરીરમાં આવેલા સોજાને દૂર કરે છે. આ ઉપરાંત ગળા અને પેઢાના દુખાવા અને સોજાને પણ દૂર કરે છે. લવિંગમાં એંટી ઈંફ્લેમેટ્રી ગુણ હોય છે જે ફંગસથી લડવામાં મદદ કરે છે. તેને સોજો હોય તે જગ્યાએ રાખવાથી સોજો ઉતરે છે. 

5. નિયમિત રીતે લવિંગ ખાવાથી પેટનું અલ્સર દૂર થાય છે. લવિંગમાં ફાયબર પણ હોય છે જે પાચનક્રિયાને સરળ બનાવે છે. તેનાથી આંતરડા બરાબર સાફ થાય છે. 

6. લવિંગથી અસ્થમાને પણ કંટ્રોલ કરી શકાય છે. અસ્થમા હોય તેવા દર્દીઓએ હંમેશા પોતાની સાથે લવિંગ રાખવા. જ્યારે પણ શ્વાસ લેવામાં તકલીફ જણાય ત્યારે લવિંગ ખાઈ લેવું.