શિલાન્યાસ / ગુરુવારે 1500 બાઈક, 300 કાર સાથે ઘાટલોડિયાથી ઉમિયાયાત્રા નીકળશે, 18 નિવૃત્ત DySP સેવા આપશે

શિલાન્યાસ / ગુરુવારે 1500 બાઈક, 300 કાર સાથે ઘાટલોડિયાથી ઉમિયાયાત્રા નીકળશે, 18 નિવૃત્ત DySP સેવા આપશે

28-29 ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી ઊંચા મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાશે

અમદાવાદ: જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા અને ભવ્ય મંદિરનો શિલાન્યાસ 28 અને 29 ફેબ્રુઆરીએ થશે. 27મીને ગુરુવારે બપોરે 12 વાગ્યે ઘાટલોડિયા પાટીદાર ચોકથી લગભગ 2થી 3 હજાર યુવાનો 1500 બાઈક અને 300 કાર, 30 રિક્ષા, 17 ટ્રેક્ટર અને બળદગાડામાં ઉમિયા યાત્રા કાઢી સમગ્ર વિસ્તારમાં ફરી જાસપુર જશે. આ યાત્રામાં વિવિધ સમાજના આગેવાનો રાજકીય અને ફિલ્મ જગતના લોકો જોડાશે. આ મહોત્સવમાં 20થી વધુ નિવૃત્ત ડીવાયએસપી સેવા આપશે.
વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે બે દિવસમાં મા ઉમિયાના અંદાજે 2 લાખ કરતાં વધુ ભક્તો પધારશે. સમગ્ર સમારોહના આયોજન માટે 50થી વધુ કમિટીની રચના કરવામાં આવી છે. મહોત્સવમાં 5000થી વધુ સ્વયંસેવકો સેવા આપશે. શિલાન્યાસ સમારોહમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજશ્રી (BAPS સ્વામિનારાયણ સંસ્થા) અને પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર (આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન) આશીર્વચન આપશે.
આ નિવૃત્ત ડીવાયએસપી સેવા આપશે
કેશવજી સરડ્યા , એસ જી બરોચિયા, એચ .એમ કુંડારિયા, જ્યોતિષ એમ. પટેલ , હરગોવિંદ ઝાલોડિયા, ભાઈલાલભાઈ પટેલ, બહેચરભાઈ પટેલ, મગનભાઈ પટેલ, કૌશિક પટેલ, રમેશભાઈ પટેલ, મનહરપ્રસાદ પટેલ,જયંતીલાલ પટેલ, એન.બી. પટેલ, ભગવાનભાઈ પટેલ, એસ.આઈ પટેલ, કનુભાઈ પટેલ, બાલાભાઈ રાજપરા.
11 હજાર બહેનોની જવારા શોભાયાત્રા

  • 28મીએ સવારે 8થી 12 કલાકે અયુત આહુતિ મહાયજ્ઞ અને જગત જનની મા ઉમિયાની ચલ પ્રાણપ્રતિષ્ઠા થશે.
  • બપોરે 11 કલાકે જગત જનની મા ઉમિયા સાથે ગણપતિદાદા અને બટુક ભૈરવની ચલ પ્રાણપ્રતિષ્ઠા પણ કરાશે
  • બપોરે 2 કલાકે 11 હજાર બહેનોની જવારા શોભાયાત્રા સાથે મા ગંગાના પવિત્ર જળ ભરેલાં 108 કળશનું સ્વાગત-પૂજન કરાશે. સાજે 4 વાગે દાતાઓનો અભિવાદન સમારોહ.