ચીની લોકો ગર્ભપાત કરેલું પોતાનું ભ્રૂણ ખાવામાં પણ ખચકાતા નથી ! દાહોદના વિદ્યાર્થીનો સનસનીખેજ ખુલાસો

ચીની લોકો ગર્ભપાત કરેલું પોતાનું ભ્રૂણ ખાવામાં પણ ખચકાતા નથી ! દાહોદના વિદ્યાર્થીનો સનસનીખેજ ખુલાસો

ચીનમાં કોરોના વાઇરસને કારણે હાહાકાર મચી ગયો છે.ત્યારે ચીનમાં એમ બી બી એસમાં અભ્યાસ કરતા દાહોદના એક વિદ્યાર્થીએ ચીનમાં ખાણી પીણી મામલે ચોંકાવનારી માહિતી આપી છે.તેના જણાવ્યા પ્રમાણે ચીનમાં લોકો પોતાનુ ગર્ભપાત કરાવેલુ ભ્રુણ પણ આરોગી જાય છે.તેવી જ રીતે ઇંડા પણ બાળકના પેશાબમાં બાફીને ખાય છે ત્યારે આવી વાતોથી આૃર્ય થાય તે સ્વાભાવિક છે.

દાહોદમા રહેતો અર્પિત પટેલ ૨૦૧૭થી એબીબીએસના અભ્યાસ માટે ચીનમાં રહે છે. હાલમાં તે ઉત્તરાયણના સમયથી જ દાહોદમાં છે.ચીનની વુહાન સીટી કે જ્યાં કોરોના વાઇરસે કાળો કેર વર્તાવ્યો છે તેનાથી ૨૦૦ કીમી દુર નાનંચાંગ શહેરમાં તે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે.

જીઆંકસી યુનિર્વિસટીની કોલેજમાં જ અર્પિત અભ્યાસ કરે છે.આ યુનિર્વિસટીમાં ૧૨૦૦ જેટલા ભારતીય વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે જે પૈકી ૮૦૦ થી ૯૦૦ ગુજરાતી છે.જે તમામ ભારતીયો હાલ પરત સ્વદેશ આવી પહોંચ્યા છે. તેઓએ જણાવ્યુ કે વુહાનમાં દાહોદ શહેર કરતા મોટુ નોનેવેજ માર્કેટ આવેલુ છે. દાહોદના આ વિદ્યાર્થીના જણાવ્યા પ્રમાણે ચીનમાં દરેક જીવ ખાવા માટે જ બન્યો હોય તેવુ સમજાય છે.આપણે નામ પણ ન સાંભળ્યા હોય તેટલા જીવ ચીનમાં ખાવામાં આવે છે તેમ તેણે જણાવ્યુ ત્યારે સહજ રીતે પ્રશ્ન થયો કે માણસ સિવાય બધુ જ આરોગવામાં કોઇ છોછ હોતો નથી. તો અર્પિતે જણાવ્યુ કે થોડા સમય પહેલા વસ્તી વધારાને કારણે ગર્ભપાત કરવવાનુ ચલણ વધી ગયુ હતુ ત્યારે કેટલાક દંપત્તિ પોતાનુ ગર્ભપાત કરાવેલુ ભ્રુણ પણ લઇ જઇને તેના ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા.

ત્યારે આ વાતને માનવા મન તૈયાર ન હતુ ત્યારે પોતાના ભ્રુણને વધારે હાઇજેનિક સમજીને ખાવા વાળો વર્ગ છે તેમ પણ ઉમેર્યુ હતુ.વાત આટલે અટકતી નથી કારણ કે અર્પિતે વધુ એક ચોંકાવનારી માહિતી આપી તે પ્રમાણે ચીનમાં ઇંડા પણ ખવાય છે અને તેને વર્જીન બાળકના પેશાબમાં બાફીને ઇંડાનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ બે બાબતો એવી હતી કે તેની સામે કીડીનો મુખવાસ, સાપનુ અથાણું,  ચામાચિડીયાનો સુપ કે પછી મોટા વીંછીનુ શાક જેવી વાનગીઓની વાત સંપૂર્ણ વામણી લાગી હતી. ત્યારે આવા કારણોને લીધે જ બર્ડ ફ્લુ કે કોરોના વાઇરસ જેવા ગંભીર રોગ ચીનમાંથી જ પેદા થઇને પ્રસર્યા છે.

સામૂહિક તહેવારોની ઉજવણી પર પાબંદી

ચીન અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ રેસીડેન્ટ પરમિટથી જાય છે.જેથી તેના નિયમો પ્રમાણે ધર્મના નામે એકઠા થવા પર પ્રતિબંધ છે.ગત નવરાત્રિમાં ગરબાનુ આયોજન કરતા વિદ્યાર્થીઓને કડક સુચના આપવામાં આવી હતી.ફટાકડા ફોડવા પર અને ધુળેટી રમવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવેલો છે.

ચીનમાં દવાખાનું સૌથી મોંઘું । ચીનમાં સારવાર કરાવવી સૌથી મોંધી હોય છે.અર્પિતના જણાવ્યા પ્રમાણે તેને એક વાર ન્યુમોનિયા થઇ જતાં એક દિવસના ૩૦,૦૦૦ રુ ખર્ચ થાય તેમ હોવાથી તે ભારત આવી ગયો હતો. તેના એક મિત્રને ઢીંચણ ખસી જતા વિવિધ ટેસ્ટના ૫૦,૦૦૦ રુ થયા હતા અને ૫,૦૦,૦૦૦ ઓપરેશનનો ખર્ચ કહ્યો હતો.