એનાલિસિસ / કોરોનાવાઈરસના નિમોનિયા જેવા લક્ષણ, હાલ કોઈ દવા નથી; પ્રાણીઓમાંથી માણસમાં આવ્યો હોવાની શંકા

એનાલિસિસ / કોરોનાવાઈરસના નિમોનિયા જેવા લક્ષણ, હાલ કોઈ દવા નથી; પ્રાણીઓમાંથી માણસમાં આવ્યો હોવાની શંકા

  • આ વાઈરસનો સૌથી નવો પ્રકાર છે, એટલા માટે તેનું નામ નોવેલ-કોરોનાવાઈરસ છે 
  •  કોરોનાવાઈરસની ટ્રીટમેન્ટમાં હાલ એન્ટી-વાઈરલનો જ ઉપયોગ થઈ રહ્યો છે 

ઈન્ટરનેશનલ ડેસ્કઃ કોરોનાવાઈરસના કારણે ચીનમાં મોતનો આંકડો સતત વધીને 150એ પહોંચી ગયો છે. દેશમાં 7000થી વધારે લોકો આના સંકજામાં છે. સેન્ટ્રલ ચીનના વુહાનમાં શરૂ થયેલા આ કોરોનાવાઈરસ ઈન્ફેક્શન પર કાબૂ મેળવવામાં સફળ થઈ રહ્યું નથી. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તો કોરોનાવાઈરસને રાક્ષસ જાહેર કરી ચુક્યા છે. કોરોનાવાઈરસની શોધ 2019માં થઈ હતી. આ વાઈરસનો સૌથી નવો પ્રકાર છે, એટલા માટે આનું નામ નોવેલ-કોરોનાવાઈરસ(એન-કોરોનાવાઈરસ)રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે કોરોનાવાઈરસનું કંઈક નામ હોય છે, પણ WHOએ હાલ તેનું નામકરણ કર્યું નથી.

વાઈરસના લક્ષણ શું છે?
સુખી ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, થાક લાગવો, તાવ આવવો આ વાઈરસના લક્ષણ છે. એડવાન્સ સ્ટેજમાં આવા લોકોને નિમોનિયા જેવી બિમારી થાય છે.

ક્યાં મળ્યો આ વાઈરસ?
હાલ આ અંગે પુરી માહિતી નથી. જો કે, માનવામાં આવી રહ્યું છે કે આ વાઈરસ જાનવરોમાંથી આવ્યો છે. જેનું કેન્દ્ર વુહાનનું જ એક સીફુડ માર્કેટ છે. જ્યાં જંગલી પ્રાણીઓનો વેપાર કરવામાં આવે છે.

શું આ બિમારીથી ગભરાવું જોઈએ?
ચીનમાં અત્યાર સુધી મોટાભાગે વૃદ્ધોને દાખલ કરવામાં આવ્યા છે. જેમની ઉંમર 40થી વધું હોય એવા લોકો. જે લોકોના મોત થયા હતા તેમાંથી મોટાભાગના લોકોને પહેલાથી જ કોઈને કોઈ બિમારી હતી, એટલા તેમની રોગપ્રતિકારક તંત્ર ઘણું નબળું હતું. જેમનો ઈમ્યૂન સિસ્ટમ મજબૂત છે તેની પર વાઈરસની વધારે અસર નથી.

વાઈરસ કેવી રીતે ફેલાઈ રહ્યો છે?
પહેલા માનવામાં આવી રહ્યું હતું કે આ વાઈરસ પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાઈ શકે છે, પરંતુ હવે આ વાઈરસ માણસમાંથી જ માણસને થઈ રહ્યો છે. જેથી માસ્ક પહેરવું જરૂરી છે. હાલ પણ કોરોનાવાઈરસની કોઈ ટ્રીટમેન્ટ નથી. હાલ એન્ટી વાઈરલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

શા માટે વાંરવાર ચીનમાં નવી નવી બિમારીઓ ઊભી થઈ રહી છે?
હાલના વર્ષમાં ઘણા મોટા વાઈરસ ચીનમાંથી જ આવ્યા છે. જેમાં સાર્સ, બર્ડ ફલૂ જેવા જીવલેણ વાઈરસ પણ સામેલ છે. હવે લિસ્ટમાં નવું નામ કોરોનાવાઈરસનું છે. નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, આનું એક મોટું કારણ એ પણ છે કે અહીંયા ફુડ માર્કેટમાં જમવાનો મોટાભાગનો સામાન એક સાથે વેચવામાં આવે છે. જેમાં ફળ, શાકભાજીઓની સાથે સાથે સાપ, ઉંદર અને કાચબા પણ હોય છે.પ્રાણીઓમાંથી ફેલાતો આ વાઈરસનું એક આ પણ કારણ છે અને આ સિવાય ચીનની આબાદી પણ એક માણસથી બીજા માણસમાં વાઈરસ ફેલાવવાનું કારણ છે.

ક્યાં સૌથી વધારે જોખમ છે?

  • જ્યાં માણસો અને પ્રાણીઓનો જમાવડો વધારે હોય ત્યાં બિમારીઓ ફેલાવવાનું જોખમ વધારે હશે. જે જગ્યાએ પ્રાણીઓ અને માણસોનું લોહી મળશે, ત્યાં આ વાઈરસનું એક બીજામાં જવાનું જોખમ વધારે રહેશે. ચીનના ફુડ માર્કેટમાં આવી જ સ્થિતિ છે. ત્યાં ખરાબ રીતે જાનવરોના લોહી અને અંગોને રાખવામાં આવે છે. જેના કારણે જાનવરોમાં મળી આવતો વાઈરસ માણસોમાં ફેલાયો છે.
  • આ સ્થિતિ માત્ર ચીનની નથી. દુનિયાભરમાં છે જ્યાં પણ માણસો અને જાનવરોના જમાવડા પર નિયંત્રણ નથી, ત્યાં આવા કેસ વધારે મળી આવે છે. આફ્રીકામાં ઈબોલાના કેસમાં પણ આવું જોવા મળ્યું છે. આફ્રીકાના ચિમ્પાન્જીઓમાંથી સૌથી પહેલા ઈબોલા વાઈરસ મળી આવ્યો હતો. ત્યાંના માણસો ચિમ્પાન્જીઓને મારીને ખાધા પછી જ ઈબોલા પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાયો હતો. ફુડ માર્કેટ કોઈ પણ વાઈરસના ફેલાવવાનું સૌથી મોટું કારણ છે. કારણ કે અહીંયા પૈથોજન્સ(રોગ) ફેલાવવા સૌથી સરળ છે.

ચીનમાં જ આવા ખતરનાક વાઈરસ શા માટે ફેલાય છે?
ચીનમાં આ વખતે દુનિયાની 20% આબાદી(7 અબજમાંથી 1.4 અબજ) રહે છે. આ ઉપરાંત દેશમાં દુનિયાનો 50% લાઈફસ્ટોક(પશુધન)છે. જેના કારણે ચીન સતત નવી બિમારીઓ ફેલાવાનું કારણ બનતો જાય છે. અમેરિકન એજન્સી સેન્ટર ફોર ડિઝીજ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા પ્રમાણે, દુનિયાભરમાં ચીનના પ્રવાસીઓની સંખ્યા વધારે (લગભગ 1.1 કરોડ) છે. એવામાં આ વાઈરસ અન્ય દેશમાં ફેલાય તેવી પણ શક્યતાઓ છે.

ચીનમાં સાર્સના કારણે રોગચાળો ફેલાવવાનો સિલસિલો 2002માં ગુઆંગદોંગ વિસ્તારથી શરૂ થયો હતો અને ધીમે ધીમે આ આખી દુનિયામાં ફેલાયો હતો. આ પ્રકારે બર્ડ ફ્લૂ પણ ચીનથી શરૂ થયો હતો અને પછી 2013માં દુનિયાભરમાં ફેલાતો ગયો હતો. આ વાઈરસનું રૂપ ઝડપથી વકરી રહ્યું છે. 2018માં જ એક દર્દી બર્ડ ફ્લૂના એક બીજા રૂપ H7N4 તરીકે મળી આવ્યો હતો. 2019માં શિનજિયાંગના હોર્ગોસમાં બર્ડ ફ્લૂ વાઈરસ H5N6 ફેલાયો હતો.

ખાણી-પીણીની વિવિધતા કેટલી જવાબદાર?
ચીનમાં ઘણા પ્રકારનું માંસ, સી-ફુડ મળે છે. ખાણી પીણીની વિવિધતા પણ ઘણી વખત વાઈરસના પ્રાણીમાંથી માણસમાં ફેલાવવાનું સૌથી મોટું કારણ છે. જેવો જ કોઈ વાઈરસ માણસમાં પહોંચે છે, તે તેનું રૂપ બદલીને પોતાને માણસોમાં જીવવા લાયક તૈયાર કરી દે છે. વાઈરસ સંક્રમણ અન્ય ઘણા દેશોમાં પણ થાય છે, પરંતુ ચીનમાં અલગ અલગ પ્રાણીઓનું માંસ ખાવાના કારણે વાઈરસની માણસોમાં ફેલાવવાની સંભાવના સૌથી વધારે હોય છે.

કોરોનાવાઈરસ અટકાવવા માટ કોણ શું કરી રહ્યું છે?
નોર્વેના કોએલિશન ફોર એપિડેમિક પ્રિપેયર્ડનેસ ઈનોવેશન સંસ્થાએ ત્રણ કંપનીઓને વાઈરસનું ઈન્જેક્શન બનાવવા માટે 12.5 મિલિયન ડોલર(લગભગ 90 કરોડ રૂપિયા)આપ્યા છે. CPI એક બિન લાભકારી સંગઠન છે, જેની સ્થાપના 2016માં થઈ હતી. આ સંગઠન હાલના સમયમાં ફેલાતી ખતરનાક બિમારીઓ સામે ઝડપથી વેક્સીન તૈયાર કરે છે. અમેરિકાના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શન ડિઝીઝ પણ કોરોનાવાઈરસ માટે વેક્સીન બનાવી રહ્યું છે. અમેરિકાની જ ઈનોવાયો કંપની પણ CPIની મદદથી ઈન્જેક્શન તૈયાર કરવામાં લાગી ગઈ છે.