હાઇકોર્ટમાં અરજી / અમદાવાદ એરપોર્ટ પર રિક્ષાચાલકે ફેરા દીઠ 50 રૂપિયા આપવા પડે છે

હાઇકોર્ટમાં અરજી / અમદાવાદ એરપોર્ટ પર રિક્ષાચાલકે ફેરા દીઠ 50 રૂપિયા આપવા પડે છે

રિક્ષા સ્ટેન્ડ ફાળવણી મુદ્દે હાઇકોર્ટમાં અરજી

અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પર ઓટોરિક્ષા સ્ટેન્ડ ફાળવણીમાં ભેદભાવ રખાતો હોવાના મામલે હાઇકોર્ટમાં અરજી થઈ છે, જેની પર જસ્ટિસ એ.વાય. કોગ્જેની કોર્ટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને કલેક્ટરને નોટિસ પાઠવી છે.
કોર્ટે એરપોર્ટ ઓથોરિટી અને કલેક્ટરને નોટિસ પાઠવી, હવે 24મીએ સુનાવણી
અમદાવાદ એરપોર્ટ ખાતે ઓટોરિક્ષ સ્ટેન્ડ ફાળવણીમાં ભેદભાવ રખાતો હોવાના મામલે હાઇકોર્ટમાં થયેલી અરજીમાં રજૂઆત કરાઈ છે કે, ઓટોરિક્ષાચાલકો માટે કોઈ પણ પ્રકારના નીતિનિયમ નક્કી કરાયા નથી, જેથી રિક્ષાચાલકોમાં અંસતોષ જોવા મળી રહ્યો છે. આ અરજી પર જસ્ટિસ એ.વાય કોગ્જેની કોર્ટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને અમદાવાદ કલેક્ટરને નોટિસ પાઠવી તેની સુનાવણી 24મી ફેબ્રુઆરી પર મુલતવી રાખી છે.
રિક્ષાચાલકો માટે કોઈ પ્રકારની પોલિસી કે નીતિનિયમ ઘડવામાં આવ્યા નથી
જાગૃત ઓટોરિક્ષા ડ્રાઇવર્સ યુનિયને કરેલી અરજીમાં એવી દલીલ છે કે, એરપોર્ટ પર ઓટોરિક્ષા સ્ટેન્ડ ફાળવણીમાં ભેદભાવ કરાય છે. એરપોર્ટ પર ફાળવેલા રિક્ષા સ્ટેન્ડમાં કેટલાક પસંદ કરાયેલા રિક્ષાચાલકને સારી જગ્યાએ સ્ટેન્ડ આપવામાં આવ્યા છે, જેના કારણે બાકીના રિક્ષાચાલકો આખો દિવસ કે રાત બેસી રહેવા છતાં તેમને ઓછા ફેરા મળે છે. એટલું જ નહીં રિક્ષાચાલકો માટે કોઈ પ્રકારની પોલિસી કે નીતિનિયમ ઘડવામાં આવ્યા નથી. દરેક પેસેન્જરના ફેરામાં રૂ.50 દીઠ ચુકવણી એરપોર્ટ ઓથોરિટીને કરવી પડતી હતી. અરજીમાં રિક્ષા સ્ટેન્ડ મામલે આ નીતિને પડકારાઈ છે.