શું ડેટોલ લિક્વિડથી કોરોના વાયરસનો થશે ખાત્મો?, કંપનીએ આપ્યો જવાબ

શું ડેટોલ લિક્વિડથી કોરોના વાયરસનો થશે ખાત્મો?, કંપનીએ આપ્યો જવાબ

ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને અત્યાર સુધીમાં ગણા લોકોના જીવ આ વાયરસે લઇ લીધા છે. મોતનું પર્યાય બની ચૂકેલ કોરોના વાયરસથી સમગ્ર દુનિયા ડરેલ છે અને ડૉક્ટર-વૈજ્ઞાનિકો તેની દવા શોધી રહ્યા છે. પરંતુ આ દરમિયાન લોકો વચ્ચે એક અફવાહ ફેલાઇ ગઇ છે કે, તમારા ઘા અને હાથને સાફ કરવા માટે ડેટોલ લિક્વિડનો ઉપયોગ કરીને, કોરાના વાયરસને મારી શકાય છે.

સ્થિતિ એટલી બગડી ગઇ કે ડેટોલ લિક્વિડ બનાવનારી આ કંપનીને ચોખવટ કરવી પડી. કંપની તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ લિક્વિટના સ્પ્રે કરવાથી માણસને નુક્સાન પહોંચાડી રહેલા કોરોના વાયરસને ખતમ કરી શકાતો નથી.

ડેટ્રોલ સ્પ્રેને બનાવનારી બર્કશાયરની કંપનીએ કહ્યું કે, અમે લોકો એવી સલાહ આપી શકીએ નથી કે, આ સ્પ્રે કોરોના વાયરસ પર પ્રભાવી છે કારણ કે અમને એવું કોઇ કારણ મળ્યું જ નથી.

તમને જણીવી દઇએ કે, કોરોના વાયરસના કારણે ચીનમા અત્યાર સુધીમાં 200થી વધુ લોકોના મોત નિપજ્યા છે અને ત્યાં આપાતકાળ જેવી સ્થિતિ છે. ચીની સરકારે અત્યારે દેશમાં આ બીમારીના કારણે લગ્ન પ્રસંગો પર પણ રોક લગાવી દીધી છે.

માત્ર આટલું જ નહી ચીનમાં કોરોના વાયરસ એટલી હદે ખતરનાક બની ગયો છે કે હવે ત્યાના રસ્તાઓ પર લોકોની લાસો મળી રહી છે, રસ્તામાં લોકો ઢળી પડી રહ્યા છે. આ સિવાય સ્થિતિની ભયવહતાનો અંદાજ એ વાતથી લગાવી શકો છો કે લોકોએ કોરોના વાયરસના ડરથઈ પોતાના પાળતુ પ્રાણીઓને મારીને ગલીઓમાં ફેંકી રહ્યા છે.