ડોનાલ્ડ ટ્રમ્પ ફેબુ્રઆરીમાં ભારત આવે તેવી શક્યતા

ડોનાલ્ડ ટ્રમ્પ ફેબુ્રઆરીમાં ભારત આવે તેવી શક્યતા

ટ્રમ્પના મહાભિયોગની પ્રવાસ પર અસર થઇ શકે છે

અમેરિકી પ્રમુખ તેના પ્રથમ ભારત પ્રવાસની તૈયારી કરી રહ્યા છે, ટૂંક સમયમાં તારીખ નક્કી થશે

વોશિંગ્ટન, તા. 15 જાન્યુઆરી 2020, બુધવાર

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેના પ્રથમ ભઆરત પ્રવાસની તૈયારી કરી રહ્યા છે. એક રિપોર્ટમાં વરિષ્ઠ ભારતીય સરકારી અધિકારીના હવાલેથી એવો દાવો કરવામાં આવ્યો છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ ફેબુ્રઆરીમાં ભારતના પ્રવાસે આવે તેવી શક્યતા છે. ભારતીય અને અમેરિકી અધિકારીઓ હાલ આ પ્રાવસનું પ્લાનિંગ કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ પ્રવાસની રૃપરેખા અને તારીખ નક્કી થશે. 

સુત્રોના જણાવ્યા પ્રમાણે ભારત અને અમેરિકા વચ્ચે તારીખોને લઇને ચર્ચા ચાલી રહી છે. જો કે આ પ્રવાસ પર વોશિંગટનના રાજકિય વાતાવરણની અસર થઇ શકે છે. એટલે કે હાલ અમેરિકી સેનેટમાં ટ્રમ્પના  મહાભિયોગની પ્રક્રિયા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર ડોનાલ્ડ ટ્રમ્પને ભઆરતે મુખ્ય મહેમાન તરીકેનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ સમયના અભાવે તેઓ આવી શક્યા નહોતા.

આ સિવાય ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને પરિવાર સાથે ભારત આવવાનું નિમંત્રણ આપ્યું હતું. ઉપરાંત વિદેશ પ્રધાન એસ જયશંકર અનવે રક્ષામંત્રી રાજનાથસિંહે વોશિંગટન પ્રવાસ દરમિયાન અમેરિકાને આ પ્રવાસ માટે રાજી કર્યુ હતું. હાલમાં ઇરાન અને અમેરિકા વચ્ચે ઉભઆ થયેલા તણાવને જોતા પણ કદાચ ટ્રમ્પનો આ પ્રવાસ મહત્વનો રહેશે.