રિસર્ચ / એકલતા પણ અન્ય રોગોની જેમ જ સ્વાસ્થ્ય માટે જોખમકારક છે

રિસર્ચ / એકલતા પણ અન્ય રોગોની જેમ જ સ્વાસ્થ્ય માટે જોખમકારક છે

હેલ્થ ડેસ્કઃ એકલતાથી કોઈ પણ વ્યક્તિ મૂંઝાઈ જાય છે. તેનાથી સ્વાસ્થ્ય પર અનેક પ્રકારની અસરો થાય છે. મેદસ્વિતા અને ધૂમ્રપાનની જેમ એકલતા પણ સ્વાસ્થ્ય માટે જોખમી છે. ‘એજિંગ એન્ડ મેન્ટલ હેલ્થ’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત પુરવાર થઈ છે.

અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી સેન ડિયાગો સ્કૂલ ઓફ મેડિસીન દ્બારા કરવામાં આવેલાં આ રિસર્ચમાં એકલતા માણસના સ્વાસ્થ્ય પર કેવી રીતે અસર કરે છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

રિસર્ચમાં 30 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ તમામ લોકોનાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું અવલોકન કરવામાં આવ્યું હતું. આ લોકો રોજિંદા જીવનમાં કયા પ્રકારની જ્ઞાનાત્મ્ક પ્રવૃતિઓ કરતા હતા અને પરિવાર સાથે કેવા સબંધ ધવાર્તા હતા તેનું અવલોકન કરવામાં આવ્યું હતું.

રિસર્ચમાં જોવા મળ્યું કે એકલતા અનુભવતા લોકોમાં અન્ય લોકોમની સરખામણીએ ઓછો આત્મવિશ્વાસ હોય છે. તેની અસર તેમનાં માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. રિસર્ચમાં એમ પણ પુરવાર થયું કે એકલતાને લીધે લોકો પોતાનાં જીવનનાં લક્ષ્યને ઓળખી શકતા નથી.