હું 5 દીકરીઓનો પિતા, દુષ્કર્મીઓને સજા આપવામાં આનંદ મળશે, મારામાં ચારેયને એક સાથે ફાંસીએ લટકાવવાની હિંમત: જલ્લાદ

હું 5 દીકરીઓનો પિતા, દુષ્કર્મીઓને સજા આપવામાં આનંદ મળશે, મારામાં ચારેયને એક સાથે ફાંસીએ લટકાવવાની હિંમત: જલ્લાદ

  • જલ્લાદ પવન કિશોરાવસ્થાથી તેમના પિતાને આ કામમાં મદદ કરતા હતા
  • જલ્લાદ પવનના પિતાએ ઈન્દિરા ગાંધીના હત્યારાઓને ફાંસીએ લટકાવવાનું કામ કર્યું હતું

મેરઠ: નિર્ભયાને ન્યાય મળતા સમગ્ર દેશ ખુશ છે. અત્યારે હાલ એ વ્યક્તિ પણ સૌથી વધારે ખુશ છે જે નિર્ભયના ફાંસી આપવાનો છે. 22 જાન્યુઆરીએ સવારે સાત વાગે મેરઠના જલ્લાદ પવન નિર્ભયાના ચારેય આરોપીઓને ફાંસી આપવાના છે. તિહાર જેલ પ્રશાસને યુપી જેલ રાજ્યમંત્રીને પત્ર લખીને મેરઠના જલ્લાદ પવનની સેવા લેવાની મંજૂરી માંગવામાં આવી હતી. રાજ્યના જેલ મંત્રી તરફથી આ મંજૂરી આપી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જેલ રાજ્ય મંત્રી જય કુમાર સિંહે જણાવ્યું છે કે, નિર્ભયા દુષ્કર્મ કેસમાં દોષિતોને ફાંસી આપવા માટે મેરઠના જલ્લાદ પવન કુમારની સેવા લેવા માટે તિહાર જેલ પ્રશાસન દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો. દોષિતોની ફાંસીની સજાનો દિવસ નક્કી થયા પછી જલ્લાદ પવનને આ કાર્ય માટે મોકલવા મેરઠ જેલ પ્રશાસને મંજૂરી આપી દીધી છે.

નોંધનીય છે કે, નિર્ભયા કેસની સાત વર્ષની ન્યાયિક કાર્યવાહી પછી 7 જાન્યુઆરીને મંગળવારના રોજ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ચારેય આરોપીઓ સામે ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે. આ ડેથ વોરન્ટ પ્રમાણે 22 જાન્યુઆરીએ સવારે સાત વાગે તિહાર જેલમાં નિર્ભયા કેસના ચારેય આરોપીઓને ફાંસી આપવામાં આવશે. કોર્ટના આ નિર્ણય પછી તિહાર જેલમાં દોષિતો પર કડક નજર રાખવામાં આવી રહી છે. દોષિતોના વકીલોએ કહ્યું છે કે, તેઓ ક્યુરેટિવ પિટીશન અને રાષ્ટ્રપતિને દયાની અરજી કરશે.

મેરઠના જલ્લાદ પવને નિર્ભયાના દોષિતોને ફાંસી આપવા વિશે કહ્યું છે કે, પાંચ દીકરીઓનો પિતા હોવાથી તે દોષિતોને ફાંસી આપવામાં મને ખૂબ રાહત મળશે. હું આદેશની રાહ જોઈ રહ્યો છું. આદેશ મળતાં જ હું દિલ્હી પહોંચી જઈશ. હું તે ચારેય આરોપીઓને ફાંસી આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું.

ફાંસી આપતી વખતે સૌથી પહેલાં ટૂટે છે ગળાનું હાડકું, મગજ સુન્ન થઈ જાય છે
જલ્લાદ પવને કહ્યું- જેને ફાંસી આપવાની હોય છે તેને અડધા કલાક પહેલાં સુરક્ષાસાથે ફાંસી ઘરમાં લાવવામાં આવે છે. માંચડે ચડાવ્યા પછી તેના બે હાથ અને પગ બાંધી દેવામાં આવી છે. જલ્લાદ તેને કાળો નકાબ પહેરાવે છે અને ગળામાં ફંદો પહેરાવીને તેને યોગ્ય રીતે સેટ કરી દે છે. જ્યારે નક્કી કરેલો સમય હોય છે ત્યારે ઘડિયાળ જોઈ રહેલા અધિકારી રુમાલ હલાવીને ફાંસીનું લીવર પાડવાનો ઈશારો કરે છે. ઈશારો મળતાં જ જલ્લાદ લીવર ખેંચી લે છે. ફાંસી આપતા પહેલાં ગળાનું હાડકું ટૂટી જાય છે.

કોણ છે જલ્લાદ પવન?

  • જલ્લાદ પવનના પરિવારની ચાર પેઢી આ જ કામ કરતી આવી છે. હાલ પવન કુમાર ઉત્તર પ્રદેશ સરકારની મેરઠ જેલ સાથે જોડાયેલા ઓફિશિયલ જલ્લાદ છે. તેમને દર મહિને રૂ. 5,000 વેતન આપવામાં આવે છે. તેઓ પાર્ટ ટાઈમમાં આ શહેરમાં સાઈકલ પર કપડાં વેચવાનું કામ કરે છે. થોડા વર્ષો પહેલાં નિટારી હત્યાકાંડના દોષિત સુરેન્દ્ર કોલીને ફાંસી આપવાની હતી ત્યારે જલ્લાદ પવનને જ આ કામ સોંપવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ અંતે સુરેન્દ્ર કોલીની ફાંસી ટળી ગઈ હતી.
  • પવન પહેલાં તેમના દાદાને અને પછી તેમના પિતાને આ કામમાં મદદ કરતાં આવ્યા છે. જલ્લાદ પવનના પિતા કાલુ જલ્લાદે અંદાજે 60 લોકોને ફાંસી આપી હતી અને તેમાં ઈન્દિરા ગાંધીના હત્યારાઓ સતવંત સિંહ અને કેહર સિંહ પણ સામેલ હતા. તેમને ફાંસી આપવા માટે કાલુને ખાસ મેરઠથી બોલાવવામાં આવ્યા હતા. આ પહેલાં તેમણે રંગા અને બિલ્લાને પણ ફાંસી આપી હતી.

ફાંસી આપવામાં પણ ટેક્નિક હોય છે
પવને પહેલાં તેના દાદા અને પછી પિતા પાસેથી ફાંસી આપવાની ટેક્નીક શીખી છે. ફાંસી આપતી વખતે કેવી રીતે દોરડાને સરળતાથી ગળામાં પહેરાવાનું છે, દોરડામાં કેવી રીતે લૂપ બનાવવામાં આવે છે, કેવી રીતે ફાંસીનું લીવર યોગ્ય રીતે કામ કરે છે તે બધુ શીખવાનું હોય છે. ફાંસી આપવાના ઘણાં દિવસ પહેલાંથી ડ્રાઈ રન કરવામાં આવે છે. તેમાં ફાંસી આપવાની પ્રક્રિયાને રેત ભરેલી બેગ સાથે પ્રેક્ટિસ કરવામાં આવે છે. પ્રયત્ન એ કરવાનો હોય છે કે, જેને ફાંસી આપવાની હોય છે તેને ઓછામાં ઓછો કષ્ટ પડવો જોઈએ.