ગુજરાતમાં દારૂબંધી પર બોલ્યા ભાજપના સાંસદ, આખી દુનિયાને ખબર છે હવે હું ના પાડુ તો કેવું લાગે?

ગુજરાતમાં દારૂબંધી પર બોલ્યા ભાજપના સાંસદ, આખી દુનિયાને ખબર છે હવે હું ના પાડુ તો કેવું લાગે?

અમદાવાદ, તા. 23 ડિસેમ્બર 2019, સોમવાર

ગુજરાતમાં દારૂબંધીની વાસ્તવિકતાથી કોઈ અજાણ નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણી ભલે કહેતા હોય કે ગુજરાતમાં દારૂ નથી મળતો પરંતું ભરૂચના સાંસદે રાજ્યમાં દારૂ વેચાતો હોવાનો ખુલાસો કરતા ચકચાર મચી છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં દારૂ પિવાય છે.
ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાનો રાજપીપળા ટાઉનહોલ ખાતે પ્લાસ્ટિક મુક્ત ભારતના કાર્યક્રમમાં તેમને પૂછવામાં આવ્યું હતુ કે ગુજરાતમાં દારૂ મળે છે? જેના જવાબમાં વસાવાએ જણાવ્યું હતુ કે, આખી દુનિયાને ખબર છે હવે હું ના પાડુ તો કેવું લાગે? આ સિવાય તેમણે ઈંગ્લીશ દારૂ કેમિકલવાળો હોય છે અને શરીર માટે હાનીકારક છે તો વળી ગાંજાનો ઉલ્લેખ પણ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ પ્લાસ્ટીકની પોટલીઓનો ઉલ્લેખ કરતા દેશી દારૂનો પણ ઉલ્લેખ કરી લીધો હતો.