અમેરિકા જવા ઈચ્છુકો માટે સારા સમાચાર, ટ્રમ્પ પ્રસાશને ભારતીયો માટો ખોલ્યા દરવાજા

અમેરિકા જવા ઈચ્છુકો માટે સારા સમાચાર, ટ્રમ્પ પ્રસાશને ભારતીયો માટો ખોલ્યા દરવાજા

અમેરિકાએ એપ્રિલ 2021થી એચ-1 બી વિઝા અરજીઓ સ્વીકારવાની જાહેરાત કરી છે. અમેરિકાની સંઘીય એજન્સીએ એવી જાહેરાત કરી કે એચ-1 બી વિઝા સ્વીકારવા માટે ઇલેક્ટ્રોનિક નોંધણી પ્રક્રિયા લાગુ કરવાની તૈયારી કરી લીધી છે. હવે નાણાકીય વર્ષ 2021ના વિઝા માટે વિદેશી કર્મચારીઓ માટે એચ-1બીની અરજી કરનાર કંપનીઓએ ઓનલાઇન નોંધણી કરાવવી પડશે અને 10 ડોલરની ફી આપવી પડશે. અમેરિકી ઇમિગ્રેશન વિભાગ 1 એપ્રિલ 2020થી એચ-1 બી વિઝા અરજીઓ લેવાનું શરૂ કરશે.

યુએસસીઆઈએ કહ્યું કે, ઇલેક્ટ્રોનિક નોંધણી પ્રક્રિયામાં કાગળનું કામકાજ ઓછું થશે અને અરજદારોના પૈસા પણ બચશે. પ્રક્રિયા હેઠળ એચ-1 વિઝા કર્મચારી નિયુક્ત કરનાર માલિકોએ નોંધણી પ્રક્રિયા પૂરી કરવી પડશે જેમાં તેમની કંપની અને અરજદાર કર્મચારી અંગે ફક્ત મૌખિક માહિતી માગવામાં આવશે.

યુએસસીઆઈએ 1 માર્ચ 2020થી શરૂઆતની નોંધણી શરૂ કરશે. ફક્ત પસંદગી પામેલા નોંધણીકારો એચ1 બી વિઝા માટે પાત્ર ઠરશે. નવી ઇલેક્ટ્રોનિક્સ રજિસ્ટ્રેશન સિસ્ટમ સાથે એચ-1 બી વિઝા કેપ પસંદગી પ્રણાલીને સ્ટીમલાઇટિંગ કરીને યુએસસીઆઈએસ અરજદારો માટે ખર્ચ બચત અને કાર્યક્ષમતાનું સર્જન કરી રહી છે અને જે અરજદારોની પસંદગી થઈ હશે ફક્ત તેવા આખી અરજી રજૂ કરી શકશે. એજન્સીએ પાઇલટ ટેસ્ટિંગ ફેઝને સફળતાપૂર્વક પૂરો કરી લીધો છે જેમાં ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે બેઠકનો સમાવેશ થાય છે.

નોંધણીકારો અને ઇચ્છુક પાર્ટીઓ નવી રજિસ્ટ્રેશન સિસ્ટમ સાથે પરિચિત થાય તે હેતુસર યુએસસીઆઈએસ કેટલાક પગલાં ભરી રહી છે.ઉલ્લેખનીય છે કે હાલમાં દર વર્ષે 65,000 એચ-1 વિઝા અરજીઓની લિમિટ છે. અમેરિકાની માસ્ટર ડિગ્રી સાથે લાભાર્થીઓ વતી દાખલ કરવામાં આવેલી પહેલી 20,000 અરજીઓને આ છૂટછાટમાંથી મુક્તિ આપવામાં આવી છે. તે ઉપરાંત, કોઈ ઉચ્ચ શિક્ષણના સંસ્થાનમાં નોકરી માટે અરજી એચ1 બી વિઝા કામદારો છૂટછાટને અધીન નથી.