બ્લેક ફ્રાઈડે / અમેરિકામાં રેકોર્ડ $7 અબજનું ઓનલાઈન વેચાણ, માત્ર ફોન દ્વારા જ 3 અબજ ડૉલરના ઓર્ડર બુક થયા

બ્લેક ફ્રાઈડે / અમેરિકામાં રેકોર્ડ $7 અબજનું ઓનલાઈન વેચાણ, માત્ર ફોન દ્વારા જ 3 અબજ ડૉલરના ઓર્ડર બુક થયા

  • થેન્ક ગિવિંગ ડેના બીજા દિવસે એટલે કે શુક્રવારે બ્લેક ફ્રાઈડે તરીકે મનાવાય છે
  • ગત વર્ષેની તુલનાએ આ વર્ષે 1.2 અબજ ડૉલરનું અધિક વેચાણ થયું
  • લોકોએ ટોઈઝમાં ફ્લોઝન-2, એલઓએલ સપ્રાઈઝ અને પોપેટ્રોલ ખરીદ્યા
  • બેસ્ટ સેલિંગ વીડિયોગેમ ફીફા-20, માદાન-20 અને નિન્ટેન્ડો સ્વિચ રહ્યાં

ન્યૂયોર્ક: આ વર્ષે બ્લેક ફ્રાઈડે પર વિશ્વભરમાં લોકો ખરીદી માટે ગ્રાહકો ઊમટી પડ્યા. આ વખતે ઓનલાઈન ખરીદીનું ટ્રેન્ડ વધારે જોવા મળ્યું. માત્ર અમેરિકામાં જ કમ્પ્યુટર, ટેબલેટ, સ્માર્ટ ફોન દ્વારા 7.4 અબજ ડૉલરનો સામાન ખરીદાયો. ગત વર્ષેની તુલનાએ આ વર્ષે 1.2 અબજ ડૉલરનું અધિક વેચાણ થયું. તેમ છતાં તે એડોબના 7.5 અબજ ડૉલરના અનુમાનથી ઓછું છે. નોંધનીય છે કે વિશ્વભરના ઘણા દેશોમાં નવેમ્બરના ચોથા ગુરુવારે થેન્ક ગિવિંગ ડે તરીકે મનાવાય છે. આ દિવસથી શોપિંગ વીકની શરૂઆત થાય છે. થેન્ક ગિવિંગ ડેના બીજા દિવસે એટલે કે શુક્રવારે બ્લેક ફ્રાઈડે તરીકે મનાવાય છે. તે દિવસને શોપિંગ માટે સમર્પિત દિવસ માનવામાં આવે છે. અમેરિકામાં તે મોટાપાયે ઉજવાય છે. એ દિવસે અનેક કંપનીઓ અઢળક ઓફર આપે છે. આ બધાનું ચલણ હવે ભારતમાં પણ વધવા લાગ્યું છે. એવું પણ માનવામાં આવે છે કે બ્લેક ફ્રાઈડેથી ક્રિસમસ શોપિંગની શરૂઆત થાય છે.

ગેમ અને ઇલેક્ટ્રોનિક્સની વધુ ખરીદી

એડોબ એનાલિટિસ્ટના પ્રારંભિક રિપોર્ટ મુજબ આ વખતે લોકોએ ટોઈઝમાં ફ્લોઝન-2, એલઓએલ સપ્રાઈઝ અને પોપેટ્રોલ ખરીદ્યા. જ્યારે બેસ્ટ સેલિંગ વીડિયોગેમ ફીફા-20, માદાન-20 અને નિન્ટેન્ડો સ્વિચ રહ્યાં. આ વખતે લોકોએ ઇલેક્ટ્રોનિક્સમાં એપલ લેપટોપ, એરપોડ્સ અને સેમસંગ ટીવી ખરીદ્યા. એડોબ ડિજીટલ ઇન્સાઈઝના મુખ્ય વિશ્લેષક અને અગ્રણી વેપારી સેલિનેરે કહ્યું કે ક્રિસમસ નજીક આવી રહ્યું છે. તેથી લોકો લાઈનમાં લાગવાને બદલે ફોનથી ખરીદી પર ભાર મૂકે છે. એડોબ એનાલિટિસ્ટે અમેરિકાના 100માંથી 80 રિટેલર્સ, 5.5 કરોડ સ્ટોક કીપિંગ યુનિટ અને 1 ટ્રિલિયન ટ્રાન્જેક્શનનો અભ્યાસ કરી આ મત કાઢ્યો છે.