અ’વાદમાં વિકાસ દેખાયો,હવે ન્યૂ અમદાવાદ બનશે,જાણો શહેરના કયા વિસ્તારોને સાંકળવામાં આવશે

અ’વાદમાં વિકાસ દેખાયો,હવે ન્યૂ અમદાવાદ બનશે,જાણો શહેરના કયા વિસ્તારોને સાંકળવામાં આવશે

અમદાવાદમાં જાણે વિકાસ દેખાયો હોય તેમ ન્યૂ અમદાવાદ વિકસાવાશે. ન્યૂ અમદાવાદમાં એસજી હાઇવેથી એસપી રિંગરોડ સુધીનો તમામ વિસ્તાર હવે ન્યૂ અમદાવાદમાં સાંકળી લેવામાં આવશે. જેની સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, દિવાળીના તહેવારો બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં પશ્ચિમમાં SP રિંગરોડથી એસજી હાઈવેનો વિસ્તાર અને પૂર્વમાં NHથી રિંગ રોડ વચ્ચેનો વિસ્તારમાં આવેલી નગરપાલિકા અને ગ્રામ પંચાયતોને પૂર્વ અમદાવાદમાં સમાવી લેવામાં આવશે. મ્યુનિસિપલની સામાન્ય ચૂંટણી પૂર્વે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

બોપલ-ઘૂમાને ઔડામાં સુપરત કર્યા બાદ ઘણા સમયથી માગ હતી કે આ બંને નગરપાલિકા સહિત શેલા, રાંચરડા, છારોડી, અને અસલાલીને પણ મ્યુનિસિપલમાં સમાવિષ્ટ કરવામાં આવે. આ અંગે પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. મ્યુનિસિપલની હદમાં 2006થી 2008માં નવા વિસ્તારોનો સમાવેશ કરાયો હતો. ત્યારબાદ 11 વર્ષ પછી નવા 3 વિસ્તારોને મ્યુનિસિપલની હદમાં સમાવેશ કરવા માટેની હિલચાલ શરૂ કરી દેવાઈ છે. જેથી દિવાળી બાદ જાહેરનામું બહાર પડે તેવી શક્યતા છે.

પશ્ચિમમાં SP રિંગરોડથી એસજી હાઈવેનો વિસ્તારમાં આવતા બોપલ, ઘૂમા, શેલા, રાંચરડા, છારોડી, અસલાલીના અને SP રિંગરોડના અંદરના વિસ્તારો મ્યુનિસિપલની હદમાં સમાવેશ કરવામાં આવશે. તેમજ પૂર્વમાં નેશનલ હાઈવે નંબર 8થી રિંગરોડના અંદરના વિસ્તારો મ્યુનિસિપલની હદમાં આવરી લેવાશે.