અમદાવાદ / પાર્કિંગ, ફાયર સેફ્ટી નહીં હોય તો ગરબાની મંજૂરી નહીં મળે, મંજૂરી 23 ડોક્યુમેન્ટ જરૂરી

અમદાવાદ / પાર્કિંગ, ફાયર સેફ્ટી નહીં હોય તો ગરબાની મંજૂરી નહીં મળે, મંજૂરી 23 ડોક્યુમેન્ટ જરૂરી

નવરાત્રીને માંડ 10 દિવસ બાકી છે ત્યારે માત્ર 15 આયોજકોએ જ મંજૂરી માટે પ્રક્રિયા કરીગત વર્ષે 63 સ્થળોએ મોટા ગરબા યોજાયા હતાઆયોજકે પાર્કિંગની જગ્યાનું માપ અને વ્હીકલની કેપેસિટી પણ આપવાની રહેશેફાયર સેફ્ટી માટે ફાયરનું અને કોર્પોરેશનનું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત કરાયુંઈલેક્ટ્રિક ફિટિંગ માટે ગવર્નમેન્ટ ઓથોરાઈઝ્ડ  ઈલેક્ટ્રિશિયનનું સર્ટિ. અરજી ફોર્મમાં જોડવું

Sep 19, 2019, 02:55 AM IST

મિતેશ બ્રહ્મભટ્ટ, અમદાવાદ: નવરાત્રીને માંડ 10 દિવસ બાકી છે અને વરસાદનો પણ વર્તારો છે ત્યારે માત્ર 15 આયોજકોએ ગરબાની મંજૂરી માટેની પ્રક્રિયા હાથ ધરી છે. જો કે, મંજૂરી માટે પણ પોલીસે દર વખત કરતાં નિયમો અને ધારાધોરણો વધુ કડક કર્યા છે. ખાસ કરીને જે તે સ્થળએ પાર્કિંગ માટેની જગ્યાનું માપ, વ્હીકલની કેપેસિટી, નવરાત્રીમાં ભાગ લેનારા અને જોનારા લોકોની સંખ્યા, સીસીટીવી ઉપરાંત ફાયર સેફટી માટેની શું વ્યવસ્થા છે તે સહિતની વિગતો માંગી છે. આ વિગતો અથવા તો લાગતા-વળગતા ડિપાર્ટમેન્ટની એનઓસી નહીં લેનારા આયોજકને રાસ-ગરબા માટેની મંજૂરી આપવામાં આવશે નહીં.

ગરબાના સ્થળે, પાર્કિંગમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ રાખવા ફરજિયાત
ગરબાના સ્થળે યુવતીઓની છેડતીના બનાવ બનતા હોય છે. જેથી દરેક આયોજકો માટે મહિલા સિક્યુરિટી ગાર્ડ રાખવા ફરજિયાત છે. ગરબાના સ્થળ તેમજ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ ઉપરાંત શક્ય હોય તો પાર્કિંગની જગ્યામાં પણ મહિલા સિક્યુરિટી ગાર્ડ તહેનાત કરવા સૂચના અપાઈ છે.

પીવાનું પાણી- સ્વચ્છતા – ડોક્ટર અને એમ્બુલન્સની વ્યવસ્થા કરવાની રહેશે
દરેક આયોજકોએ રાસ ગરબાના સ્થળે પીવાના પાણીની વ્યવસ્થા ફરજિયાત કરવી પડશે તેમજ સ્વચ્છતાનું પણ પૂરતું ધ્યાન રાખવું પડશે. આ ઉપરાંત આયોજકોએ ઈમરજન્સીમાં ડોક્ટર અને એમ્બુલન્સ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવી પડશે.

મંજૂરી માટેના 23 ડોક્યુમેન્ટ: જગ્યા ભાડે લીધી હશે તો તેના માલિકનો પુરાવો રજૂ કરવો પડશે
1.આયોજકનું નામ – સરનામું – મોબાઈલ નંબર- આઈડી પ્રૂફ – આધાર કાર્ડ
2.રાસ – ગરબાના કાર્યક્રમના સ્થળનું સરનામું
3.જગ્યા ભાડે આપ્યાનો પુરાવો ( જગ્યા માલિકનું નામ – સરનામું)
4.રાસ – ગરબામાં આવનારા વ્યક્તિઓની સંખ્યા
5.ટિકિટનો દર (જીએસટી નંબર ની વિગતો)
6.પાર્ટી ગ્રાઉન્ડ – પ્લે ગ્રાઉન્ડની લંબાઈ – પહોળાઇ
7.પાર્કિંગના એરિયાનું માપ – લંબાઈ – પહોળાઇ
8.પાર્કિંગમાં કેટલા ટૂ વ્હીલર – ફોર વ્હીલર સમાઇ શકશે તેની વિગત
9.પાર્કિંગ એરિયા પોતાનો છે કે ભાડે છે (ભાડા ચિઠ્ઠીની વિગત)
10.પાર્કિંગ એરિયા કાર્યક્રમના સ્થળથી કેટલું દૂર છે તેની વિગત
11.પાર્કિંગમાં વાહનોનું ધ્યાન રાખવા શું વ્યવસ્થા છે તેની વિગતો
12.પ્રાઈવેટ સિક્યુરિટીની વિગત (મહિલા – પુરુષ સિક્યુરિટી સંખ્યા)
13.આગ – અકસ્માતને પહોંચી વળવા શું વ્યવસ્થા છે?
14.ફાયર સેફ્ટી અંગેનું કોર્પોરેશનનું પ્રમાણપત્ર રજૂ કરવું
15. ઈલેક્ટ્રિક ફિટિંગ અંગેનું ગવર્નમેન્ટ ઓથોરાઈઝ ઈલેક્ટ્રિશિયનનું પ્રમાણપત્ર
16. જનરેટરની વ્યવસ્થા કરેલ છે કે નહીં? તેની વિગત
17. સીસીટીવી કેમેરા ક્યાં – કેટલા લગાવ્યા છે? તેની વિગત
18. સાઉન્ડ સિસ્ટમ વાળા વ્યક્તિના નામ – સરનામાના પુરાવો
19. કાર્યક્રમમાં આવનારી મહિલાઓની સુરક્ષા માટે શું વ્યવસ્થા છે તેની વિગત
20. વીમા પોલિસીની વિગત
21. ઓન પેમેન્ટ પોલીસ બંદોબસ્તની જરૂરિયાત જણાય તો તેની વિગત
22. આયોજકે ડોક્ટર – એમ્બુલન્સની વ્યવસ્થા કરી છે કે નહીં? તેની વિગત
23. પીવાના પાણી અને સ્વચ્છતાની શું વ્યવસ્થા છે તેની વિગત