ગુજરાતીઓએ નવરાત્રિના બ્હાને અમેરિકા જવાનો નવો કીમિયો શોધ્યો તેનો ભાંડાફોડ

ગુજરાતીઓએ નવરાત્રિના બ્હાને અમેરિકા જવાનો નવો કીમિયો શોધ્યો તેનો ભાંડાફોડ

। અમદાવાદ ।

અમેરિકા લઈ જવા માટે ફ્રેન્ડસ ગ્રૂપ ઓફ ગુજરાત દ્વારા અરજદાર પાસેથી ૩ લાખથી ૨૦ લાખ સુધીની રકમ લેવાતી હોવાની માહિતી મળી છે. જે અરજદાર તૈયાર થાય તેની પાસેથી ૧૧ હજારનો ચેક અમદાવાદની બેન્કમાં જમા કરાવાય છે ત્યારબાદ રકમ અમેરિકામાં ડોનેશનના નામે ટ્રાન્સફર કરી દેવાય છે.

આ રૂપિયા પરત મળતા નથી. વિઝાની ફાઇલ પ્રોસેસ કરવા માટે સ્પોન્સર લેટર કિરીટ પટેલની સહીવાળો ઇશ્યૂ કરવામા આવે છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે જુદા જુદા ઇવેન્ટના પ્રોગ્રામનું આયોજન કરીને ગુજરાતીઓના પરિવારના સભ્યોને બોલાવવા માટે આખું રેકેટ ચાલી રહ્યું છે. વિઝા મળી જાય પછી ૨૦ લાખ લેવામાં આવે છે.

જો કોઈ અરજદાર ૧૧ હજારની રિસિપ્ટ માગે તો અમેરિકાના ન્યૂજર્સીની ડોનેશન રિસિપ્ટ અપાય છે. ડોનેશનની રિસિપ્ટ આપીને ભારતમાંથી રૂપિયા અમેરિકાની બેન્કમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.ગુજરાત સરકારના ટૂરિઝમ વિભાગમા મોટો ખેલ પડવામાં આવેલો છે.અમેરિકામાં ગુજરાતનો પ્રચાર કરવાનું કહીને ગ્રાન્ટ મેળવવામાં આવે છે. આ વર્ષે ટૂરિઝમ વિભાગે ૧ કરોડની ગ્રાન્ટ મંજૂરી કરી છે પણ ગ્રાન્ટ અપાઈ નથી. અમેરિકામાં ફ્રેન્ડસ ગ્રૂપ ઓફ ગુજરાત નામની સંસ્થા દ્વારા મેરા ઇન્ડિયા ન્યૂ ઇન્ડિયા નામની ઇવેન્ટ પણ કરવામાં આવી હતી તેમાં ૪૦૦ સ્પોન્સર લેટર ઇશ્યૂ કરાયા હતા જેના કરોડો રૂપિયા સંસ્થાએ ભેગા કર્યા હોવાની વિગતો જાણવા મળી છે. ૩૦ ઓગસ્ટથી ૧લી સપ્ટેમ્બર -૧૯ દરમિયાન મેગા ઇવેન્ટ યોજીને ૫૦ હજાર આમંત્રિત,૨ હજાર વીવીઆઇપીને બોલાવવા લેટર ઇશ્યૂ કરાયા હતા.

એક્ઝિબિશનમાં બિઝનેશ સ્ટોલ, ખાણીપીણીનો સ્ટોલ રાખવા માટેના પેમેન્ટ ઉપરાતં ૩ દિવસ હોટેલ સ્ટે અને ટન્સપોર્ટેશનની ફેસિલિટી કરી આપવામાં આવશે અને વિઝા ફેસિલિટી પણ કરી આપવામાં આવશે તેવો બ્રોશર પણ છાપીને ગુજરાતીઓને મોકલી અપાયા હતા.

સ્પોન્સરશિપ બુકિંગ માટે અમદાવાદ,રાજકોટ અને વડોદરામાં ઓફિસ શરૂ કરાઈ?

ઇવેન્ટમાં સ્પોન્સર્ડ કરનારાઓ માટે જુદા જુદા ભાવ નક્કી કરાયા હતા. તે મુજબ ઇવેન્ટ એમ્બેસેડર માટે અ૧ કરોડ,૨૫ વીઆઇ એન્ટ્રી પાસ અને પાંચ હોટેલમાં રૂમ. ?ટાઇટલ સ્પોન્સર્ડ માટે ૨ કરોડ,૬ હોટેલ રૂમ અને ૩૫ વીઆઇપી એન્ટ્રી પાસ. ?ડાયમંડ સ્પોન્સર્ડ માટે ૭૫ લાખ, ૨૦ વીઆઇપી પાસ,૪ હોટેલ રૂમ. ?પ્લેટિનમ સ્પોન્સર્ડ ૫૦ લાખ,૧૫ એન્ટ્રી પાસ,૨ હોટેલ રૂમ. ? ગોલ્ડન સ્પોન્સર્ડ માટે ૨૫ લાખ,૧૦ વીઆઇપી એન્ટ્રી પાસ,એક હોટેલ રૂમ.?એક્ઝિબિશનમાં સ્ટોલના લોકેશન રાખવા માટે ૨.૫૦ લાખથી ૭ લાખનો ભાવ. ?સિલ્વર સ્પોન્સર્ડ માટે ૧૫ લાખ, ૫ વીઆઇપી પાસ,૧ હોટેલ રૂમ  ?કોર્પારેટ સ્પોન્સર્ડ માટે ૫૦ લાખ, ૧૫ વીઆઇપી પાસ, ૨ હોટેલ રૂમ.