રેલવે સ્ટેશન પર બેસી લતાનુ ગીત ગાનાર રાનુએ હવે હિમેશ સાથે રેકોર્ડ કર્યુ ગીત

રેલવે સ્ટેશન પર બેસી લતાનુ ગીત ગાનાર રાનુએ હવે હિમેશ સાથે રેકોર્ડ કર્યુ ગીત

પશ્ચિમ બંગાળના રાનાઘાટ રેલવે સ્ટેશન પર લતા મંગેશકરનુ ગીત ગાઈને ભીખ માંગી રહેલી મહિલા રાનુ મંડલ સોશ્યલ મીડિયાના કારણે હવે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં પહોંચી ગઈ છે.

રાનુ મંડલને બોલીવૂડ સંગીતકાર અને ગાયક હિમેશ રેશમિયાએ પોતાની સાથે ગાયન રેકોર્ડ કરવાની તક આપી છે.રોનુએ હિમેશની આગામી ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’ માટે હિમેશ સાથે એક સોન્ગ રેકોર્ડ કર્યુ છે.જેના ફોટા હિમેશ રેશમિયાએ શેર કર્યા છે.આ ગીતનુ ટાઈટલ છે ‘તેરી મેરી કહાની’.

રાનુ મંડલ એક રિયાલિટી સિંગિંગ શોમાં પણ ભાગ લેવાની છે.જેમાં હિમેશ અને બીજા ગાયકો જજ છે.

રેલ્વે સ્ટેશન પર રોનુ મંડલને લતા મંગેશકર જેવા જ અવાજમાં “એક પ્યાર કા નગમા હૈ..”ગાતી સાંભળીને એક વ્યક્તિએ તેનો વિડિયો બનાવ્યો હતો.આ વિડિયો સોશ્યલ મીડિયા પર તેણે અપલોડ કર્યા બાદ રાતોરાત તે વાયરલ થયો હતો.કરોડો લોકો રાનુ મંડલના અવાજના ફેન થઈ ગયા હતા અને હવે ગણતરીના દિવસોમાં જ રાનુના દિવસો પલટાઈ ગયા છે.

સોશ્યલ મીડિયા પર સ્ટાર બની ગયા બાદ તે હવે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં પહોંચી ચુકી છે.