સોશિયલ મીડિયા એકાઉન્ટ આધાર કાર્ડ સાથે થશે લિંક? હવે SCમાં સુનાવણીની માગ

સોશિયલ મીડિયા એકાઉન્ટ આધાર કાર્ડ સાથે થશે લિંક? હવે SCમાં સુનાવણીની માગ

સોશિયલ મીડિયા એપ ફેસબુક સાથે આધાર કાર્ડ લિંક કરવાનો મામલો ગયા વર્ષથી દેશની કેટલીક હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. જ્યારે હવે ફેસબુકના આ કેસોને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની માગ કરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ ફેસબુકનું કહેવું છે કે અલગ-અલગ કોર્ટમાં અલગ-અલગ કેસ હોવાના કારણે અંતિમ નિર્ણય આવવામાં મોડું થઈ શકે છે તેથી બધા મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થાય તે યોગ્ય છે. ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડને ફેસબુક અને વોટ્સએપ સાથે લિંક કરવાની અરજી મદ્રાસ, બોમ્બે અને મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ચાલી રહી છે. જ્યારે ફેસબુકે કહ્યું કે આ પ્રકારના 4 કેસ અલગ-અલગ હોઈકોર્ટમાં ચાલી રહ્યા છે.

આ પહેલા પણ વોટ્સએપ તરફથી વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે આ મામલો વોટ્સએપનો છે. જે નીતિથી સંકળાયેલ છે. આ મામલો સંપૂર્ણ દેશના નાગરિકો સાથે જોડાયેલ છે. તેથી તેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં હોવી જોઈએ.