PM મોદીનો જબરદસ્ત મેગા શો, દુનિયામાં એવી કમાલ કરશે કે રેકોર્ડ જાણી આશ્ચર્યચકિત થઇ જશો

PM મોદીનો જબરદસ્ત મેગા શો, દુનિયામાં એવી કમાલ કરશે કે રેકોર્ડ જાણી આશ્ચર્યચકિત થઇ જશો

અમેરિકામાં ભારતીય ડાયસ્પોરાની વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે આવતા મહિના આયોજીત થનાર સામુદાયિક કાર્યક્રમ ‘હાઉડી, મોદી!’ માટે અત્યાર સુધીમાં 50000 લોકોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. ‘હાઉડી એટલે કે હાઉ ડુ યુ ડુ?’ દક્ષિણ-પશ્ચિમ અમેરિકામાં આયોજીત થનાર એક દોસ્તાના કાર્યક્રમ છે. આપને જણાવી દઇએ કે પીએમ મોદીએ પોતાના કાર્યક્રમ દરમ્યાન ન્યૂયોર્કના મેડિસન સ્કવેરમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કરી હતી જેમાં 18000થી વધુ પ્રશંસક એકત્ર થયા હતા.

સપ્ટેમ્બરમાં એનઆરજી સ્ટેડિયમમાં તેનું આયોજન હ્યુસ્ટનમાં આવેલ એક એનજીઓ ટેક્સાસ ઇન્ડિયા ફોરમ દ્વારા કરાઇ રહ્યું છે. ઉત્તર અમેરિકામાં કોઇ ભારતીય પીએમના લાઇવ કાર્યક્રમમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું ઑડિયન્સ હશે. તો પોપ ફ્રાન્સિસને છોડીને પીએમ મોદી પહેલાં વિદેશી નેતા હશે જેમના કાર્યક્રમમાં આટલા લોકો સામેલ થશે.

પીએમ મોદી આવતા મહિને અમેરિકાની મુલાકાતે જશે જ્યાં તેઓ 27 સપ્ટેમ્બરના રોજ સંયુકત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરવાના છે. આની પહેલાં તેઓ હ્યુસ્ટનમાં બિઝનેસમેન, રાજનીતિજ્ઞો અને સામુદાયિક નેતાઓની સાથે મુલાકાત કરશે. આ અમેરિકાનું સૌથી ચોથું મોટું શહેર છે. જ્યાં 1.3 લાખ ભારતીય અમેરિકન રહે છે. કાર્યક્રમની ટેગલાઇન ‘Shared Dreams, Bright Futures’ રાખ્યું છે. તેમાં અમેરિકામાં ભારતીય-અમેરિકનોના યોગદાન પર પણ વાત કરશે. તેની સાથે જ ભારત-અમેરિકા સંબંધમાં તેની ભૂમિકા પર પણ ચર્ચા થશે.

અમેરિકન સાંસદ જૉન કૉર્નિને કહ્યું કે ટેક્સાસના હજારો ભારતીય-અમેરિકનોની તરફથી અને સેનેટ ઇન્ડિયા કૉકસના સહ-અધ્યક્ષ તરીકે પીએમ મોદીનું હ્યુસ્ટનમાં સ્વાગત કરું છું. હ્યુસ્ટન વિશ્વનું એનર્જી કેપિટલ છે. ઉર્જા સુરક્ષા પીએમ મોદીની પ્રાથમિકતાઓમાં છે. કૉર્નિને કહ્યું કે ભારત અમેરિકાની સુરક્ષા અને આર્થિક ક્ષેત્રમાં મુખ્ય ભાગીદાર છે અને હું તેમની ટેકસાસ મુલાકાતને સંબંધોની મજબૂતીના રૂપમાં જોઇ રહ્યા છે.