ટ્રેનમાં કપડામાં વિંટળાયેલી મળેલી બાળકીને આ ગુજરતી યુગલે USમાં આપી નવી જીંદગી

ટ્રેનમાં કપડામાં વિંટળાયેલી મળેલી બાળકીને આ ગુજરતી યુગલે USમાં આપી નવી જીંદગી

કહેવાય છે મા તે મા બીજા વગડાના વા, પરંતુ આ ઘોર કળિયુગમાં આ કહેવત અમુક કિસ્સાઓમાં ખોટી સાબિત થઇ રહી છે. હાલના સમયમાં પોતાના પાપને ઢાંકવા માટે કળિયુગી માતાઓ જન્મ બાદ પોતાના બાળકને ત્યજી દેતી હોય છે. આવી એક ઘટના હાલ સામે આવી છે.

ગત વર્ષ જૂન મહિનામાં અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન પર એક રેલ્વે કોચમાં એક બાળકી મળી આવી હતી. આખી ટ્રેન ખાલી થયા બાદ રેલ્વે પ્રટેક્શન ફોર્સને કપડામાં લપટેલી એક બાળકીના રોવાનો અવાજ સંભળાયો હતો. રેલ્વે પોલીસને જ્યારે બાળકીના જન્મદાતા માતા પિતા ન મળતા બાળકીને પાલદીના શિશુગૃહમાં મૂકી આવ્યા હતા. લગભગ એક વર્ષ બાદ આ બાળકીને તેનો નવો પરિવાર મળ્યો હતો.

દોઢ વર્ષની થયેલી બાળકી સિયા ક્રાંતિ મંગળવારે પોતાના નવા માતા-પિતા શ્યામ મોહન અને પાયલ અને બહેન આન્યાની સાથે અમેરિકા ચાલી ગઇ હતી. અમેરિકાના ન્યૂજર્સીના આ કપલે અગાઉ આ બાળકીને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો. ક્રાંતિને દત્તક લેવા માટે ગાંધીનગરના રાજભવનમાં એક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાળકીને દત્તક લીધા બાદ પિતા શ્યામે જણાવ્યું કે, હું અને પાયલ એકબીજાને ભણતા હતા, ત્યારે મળ્યા હતા. મારો પરિવાર કેરળનો છે પરંતુ મારો જન્મ અમેરિકામાં થયો છે. પાયલ ગુજરાતના મોરબીની વતની છે. અમે બન્ને જણાં ભારતમાંથી એક બાળકને દત્તક લેવા માંગતા હતા, ભલે પછી તે પુત્ર હોય કે પુત્રી..

બાળકીની માતા પાયલે જણાવ્યું કે, અમે લોકો બાળકીને દત્તક લેવા માટે વીડિયો કોલ મારફતે શિશુગૃહના સંપર્કમાં હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, ક્રાંતિ મારફતે અમારો ભારત સાથેનો સંબંધ વધુ મજબૂત બની ગયો છે. અમે હંમેશાં ક્રાંતિને ભારત આવવા અને પોતાનું યોગદાન આપવા માટે પ્રેરિત કરીશું.