શું તમને ખબર છે ચલણી નોટ પણ ગાંધીજીની તસવીર પાછળની રસપ્રદ કહાની?, જાણો સમગ્ર હકીકત

મહાત્મા ગાંધી આપણા દેશના રાષ્ટ્રપિતા છે. મહાત્મા ગાંધીની તસ્વીરને ભારતીય ચલણના ટ્રેડમાર્કના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આપણા મનમાં ક્યારેક એવો સવાલ ઉભો થતો હોય છે કે ચણલી નોટ પર બીજા ક્રાંતિકારિયોની તસ્વીર કેમ નથી છપાતી? ક્યારે પણ ગાંધીજી સિવાય કોઈ બીજા ક્રાંતિકારીની તસ્વીર કેમ નથી છપાતી? જો તમે પણ આવા સવાલથી ગૂંચવાયેલા છો તો જાણો શું છે આ પાછળનું કારણ…

મહાત્મા ગાંધીની તસ્વીર આપણા ચલણનો ટ્રેડમાર્ક છે, પરંતુ આ તસ્વીર કઈ રીતે નોટો પર આવી, જે આપણા ચલણની ટ્રેડમાર્ક બની ગઈ. આ ફક્ત પોર્ટ્રેટ ફોટો નથી, આ ગાંધીજીની સંલગ્ન તસ્વીર છે. આ તસ્વીરથી ગાંધીજીનો ચહેરો પોર્ટ્રેટ રૂપમાં લેવામાં આવ્યો છે.

આ તસ્વીર તે સમયે લેવામાં આવી હતી જ્યારે ગાંધીજીએ તત્કાલીન બર્મા અને ભારતમાં બ્રિટિશ સેક્રેટરીના રૂપમાં કાર્યરત ફ્રેડરિક પેથિક લોરેંસની સાથે કોલકત્તા સ્થિત વાયસરોય હાઉસમાં મુલાકાત કરી હતી. આ તસ્વીરથી ગાંધીજીનો ચહેરો પોર્ટ્રેટ રૂપમાં ભારતીય નોટો પર અંકિત કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે ગાંધીજીની તસ્વીર પહેલા નોટો પર અશોક ચક્ર સ્તંભ અંકિત કરવામાં આવ્યો હતો, પરંતુ 1669માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેને બદલવાનો નિર્ણય લીધો. આ નિર્ણય મુજબ, નોટો પર અશોક ચક્ર સ્તંભની જગ્યાએ મહાત્મા ગાંધીનો ફોટો અને અશોક સ્તંભને નોટની ડાબી બાજુ અંકિત કરી દેવામાં આવ્યો. જણાવી દઈએ કે 1987માં જ્યારે પ્રથમવાર પાંચસોની નોટ આવી ત્યારે તેમાં ગાંધીજીનો વોટરમાર્ક ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ 1996 બાદ બધી નોટોમાં ગાંધીજીની તસ્વીર અંકિત કરવામાં આવી હતી.

કરન્સી ઓફ ઓર્ડિનેંસના નિયમ મુજબ ભારત સરકાર ફક્ત એક રૂપિયાની નોટ જાહેર કરે છે. જ્યારે 2 રૂપિયાથી લઈને 2,000 રૂપિયા સુધીની કરન્સી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી જહેર કરવામાં આવે છે.

સૌથી પહેલા નોટો પર કિંગ જોર્જની તસ્વીર છપાતી હતી. 1996ની શરૂઆતમાં કાગળોવાળી નોટ જાહેર કરવામાં આવ્યા, જેની પર મહાત્મા ગાંધીની તસ્વીર છપાઈ હતી. હવે તે જ કાગળની નોટ પ્રચલનમાં છે. કિંગ જોર્જના ફોટોવાળી નોટ બંધ થયા બાદ અશોક ચક્ર સ્તંભવાળી 10 રૂપિયાની નોટ ચલણમાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
World
Ashadeep Newspaper

જંગલોમાં લાગેલી આગથી ત્રસ્ત ઓસ્ટ્રેલિયામાં 10,000 ઊંટોની હત્યાનો આદેશ

જળસંકટની સમસ્યા વચ્ચે ઊંટો પાણી વધુ પીતા હોવાની ફરિયાદ ઊંટો પ્રતિ વર્ષ એક ટન કાર્બન ડાયોક્સાઈડ જેટલા મિથેનનું ઉત્સર્જન કરે

Read More »
Info & News
Ashadeep Newspaper

મરાઠા સમુદાયને ઉદ્ધવ સરકારની ભેટ : આર્થિક રીતે નબળા વર્ગમાંથી એડમિશન અને નોકરીમાં 10% અનામત મળશે, સુપ્રીમ કોર્ટે અનામત આપવા પર પ્રતિબંધ મુક્યો હતો

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મળેલી અનામતને ગેરબંધારણીય ઠરાવી હતી સુપ્રીમ કોર્ટ તરફથી અનામત રદ્દ

Read More »