અંધવિશ્વાસ નહીં વિજ્ઞાન પણ કહે છે કે કરોળિયાના જાળાના આટલા નુકસાન

અંધવિશ્વાસ નહીં વિજ્ઞાન પણ કહે છે કે કરોળિયાના જાળાના આટલા નુકસાન

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેના ઘરમાં ક્યારેય કોઇપણ વસ્તુની કમી ન હોય. તેનુ ઘર હંમેશા ખુશીઓથી ભરેલું રહે. ઘરમાં કોઇપણ પ્રકારની પરેશાની વધારે સમય સુધી ન રહે. પરંતુ સામાન્ય રીતે જોવામાં આવે તો એવું નથી. કેટલાક ઘરમાં સમસ્યાઓ પોતાનું ઘર બનાવી લે છે અને તે ઘરમાં રોજ લડાઇ-ઝઘડા, આર્થિક સમસ્યા થતી રહે છે. શુ તમારા ઘરમાં પણ આવું થાય છે. તો આજે અમે તમને કેટલીક વાત જણાવીશું. જોકે, આ દરેક ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાના કારણથી થાય છે. આ દરેકનું કારણ તમારા ઘરમાં રહેલા કરોળિયાના જાળું છે. નકારાત્મક ઉર્જાને આમંત્રિત કરે છે. તો આવો જોઇએ કેવી રીતે કરોળિયાનું જાળુ તમાર ઘરમાં સમસ્યાનો ઉદ્દભવ કરે છે.

કેટલાક લોકો આ વાતનો અંધવિશ્વાસનું નામ અવશ્ય આપે છે. પરંતુ હવે તો વિજ્ઞાન પણ આ વાતને પ્રમાણિત કરી ચૂક્યુ છે કે કરોળિયાના જાળાનું નિર્માણ, તેની સંરચના એવી રીતની હોય છે કે નકારાત્મક ઉર્જાને એકઠી કરે છે. જેથી જે ઘરના ખૂણામાં કરોળિયાની જાળા હોય છે. ઘરના તે ખૂણામાં રહેનાર સદસ્ય હંમેશા પરેશાન રહે છે. તે લોકોને કોઇને કોઇ રોગ અવશ્ય થાય છે.

કરોળિયના જાળાને દરિદ્રતાનું પ્રતીક માનવામાં આવે છે. કરોળિયાના જાળાથી ઘરની બરકત પર અસર થાય છે. કરોળિયાના જાળા હોય છે ત્યાં મહાલક્ષ્મી નિવાસ કરતા નથી. જે ઘરમાં કે ભવનમાં નિયમિત સ્વચ્છતા રહે છે તે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે એવું શાસ્ત્રોક્ત વિધાન છે.

કરોળિયાના જાળામાં એક ખાસ વાત એ પણ હોય છે કે તે કોઇપણ વસ્તુ પર ચોંટી જાય છે. કરોળિયા તેના શિકારને પણ તેના જાળામાં જ ફસાવી રાખે છે અને તેને ખાય છે. પરંતુ શુ તમે જાણો છો કે કરોળિયાના જાળામાં અનેક સુક્ષ્મજીવ પણ રહે છે. આ સુક્ષ્મજીવ જ સ્વાસ્થ્ય માટે સમસ્યા બને છે અને બીમારી પણ વધારે છે.

માનવામાં આવે છે કે કરોળિયાના જાળા ખરાબ શક્તિને તેની તરફ આકર્ષિત કરે છે. ઘરમાં સકારાત્મક ઉર્જા ખતમ થાય છે અને નકારાત્મક ઉર્જાની અસર વધવા લાગે છે. જેનાથી ઘરના સદસ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડવા લાગે છે. જેથી ઘરમાંથી કરોળિયાના જાળા હટાવી દેવા જોઇએ.

જે ઘરમાં કરોળિયાના જાળા હોય છે ત્યાં સુખ શાંતિ હોતી નથી પરંતુ આવનાર દિવસમાં કોઇને કોઇ કંકાશ થતો રહે છે મનુષ્ય કોઇ કાર્ય કરી શકતા નથી. આવા માહોલમાં રહેવું તો દૂર ઉભા રહેવું પણ પસંદ કરતા નથી. જેથી કોઇપણ દેવ તમારા ઘરમાં રહેતા નથી જે તમારા ઘરની સ્થિતિને વધારે ભયાનક બનાવી દે છે.