તો શું ઇંગ્લેન્ડ પાસેથી વર્લ્ડ કપ પાછો લઇ ન્યૂઝીલેન્ડને અપાશે! MCCએ લીધો આ નિર્ણય

તો શું ઇંગ્લેન્ડ પાસેથી વર્લ્ડ કપ પાછો લઇ ન્યૂઝીલેન્ડને અપાશે! MCCએ લીધો આ નિર્ણય

મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC)એ જાહેર કર્યું છે કે, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લંડનનાં લોર્ડ્સમાં રમાયેલ વર્લ્ડ કપ 2019ની ફાઇનલના ઓવરથ્રોની સમીક્ષા કરવામાં આવશે. ક્રિકેટના નિયમ બનાવનારી સંસ્થા એમસીસી આ વર્ષે સપ્ટેમ્બરમાં વર્લ્ડ કપનાં 12માં સંસ્કરણની ફાઇનલમાં માર્ટિન ગપ્ટિલના થ્રો પર સ્ટોક્સને આપવામાં આવેલ 6 રનની સમીક્ષા કરવામા આવશે.

MCCએ એક આધિકારિક નિવેદનમાં કહ્યું છે,”વર્લ્ડ ક્રિકેટ કમિટિ (WCC)એ વર્લ્ડ કપની ફાઇનલનાં ઓવર થ્રો વિશે 19.8 નિયમની વાત કહી છે. WCCનું માનવું છે કે, નિયમ સ્પષ્ટ છે પરંતુ સપ્ટેમ્બરમાં આ મામલામાં સમીક્ષા થવી જોઇએ.” નોંધનિય છે કે, 14 જુલાઇએ લોર્ડ્સમાં રમાયેલ વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને બાઉન્ડ્રી કાઉન્ટના આધારે જીત મળી હતી.

ઇંગ્લેન્ડની ટીમ ફાઇનલ મુકાબલામાં ન્યૂઝીલેન્ડને હરાવી પ્રથમવાર વર્લ્ડ કપનો પુરસ્કાર પોતાના નામે કર્યો છે. ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડજ વચ્ચે રમાયેય વર્લ્ડ કપ 2019ની ફાઇનલ મેચ 50-50 ઓવરની મેચ અને પછી સુપર ઓવર પણ ટાઇ થઇ ગઇ હતી. જેના પછી પરિણામ બાઉન્ડ્રી કાઉન્ટનાં આધારે નિકળ્યુ, જેમા ઇંગ્લેન્ડની ટીમએ 26 અને ન્યૂઝીલેન્ડની ટીમે 17 બાઉન્ડ્રી લગાવી હતી.

વર્લ્ડ કપના 12માં સંસ્કરણના ફાઇનલના પરિણામથી મોટા ભાગના લોકો સંતુષ્ટ નછી. પરંતુ આ મેચની છેલ્લી ઓવરનાં એક ઓવર થ્રો કોઇના ગળે નથી ઉતરી રહ્યો. ખરેખર જ્યારે ઇંગ્લેન્ડની ટીમને જીતવા માટે 3 બોલમાં 9 રનની જરૂર હતી, તો બેન સ્ટોક્સએ બોલને મિડ વિકેટ તરફ રમ્યો હતો, જ્યાં માર્ટિન ગપ્ટિલએ થ્રો કર્યો તો બોલ બીજો રન લઇ રહેલ બેન સ્ટોક્સનાં બેટથી અથડાઇ બાઉન્ડ્રી પાર જતી રહી હતી.

આ ઘટના બાદ ફિલ્ડ અમ્પાયર કુમાર ધર્મસેનાએ સાતી અમ્પાયર ઇરાસમસ સાથે વાતચીત કરી ઇંગ્લેન્ડની ટીમને 6 રન આપ્યા હતાં. જેમા 2 રન દોડના અને 4 રન બાઉન્ડ્રી (ઓવર થ્રો)ના સામેલ હતાં.બાદમાં બેન સ્ટોક્સે છેલ્લા બોલ પર મેચને ટાઇ કરી દીધી હતી. આ ઘટના પર મહાન અમ્પાયર સાઇમન ટાફેલએ સવાલ ઉઠાવ્યા હતા અને જણાવ્યું હતું કે, આમાં 6 રન નહી પરંતુ 5 રન આપવા જોઇતા હતાં. કારણ કે, થ્રો ફેંક્તા સમયે બેન સ્ટોક્સ સાથી ખેલાડીને પાર કરી શક્યો ન હતો.