સાબરમતીને સ્વસ્છ રાખવા દશામાની મૂર્તિનું રિવરફ્રન્ટ પર વિસર્જન, સર્જાયા આવાં દ્રશ્યો

સાબરમતીને સ્વસ્છ રાખવા દશામાની મૂર્તિનું રિવરફ્રન્ટ પર વિસર્જન, સર્જાયા આવાં દ્રશ્યો

  • HOME
  • AHMEDABAD 
  • સાબરમતીને સ્વસ્છ રાખવા દશામાની મૂર્તિનું રિવરફ્રન્ટ પર વિસર્જન, સર્જાયા આવાં દ્રશ્યો

સાબરમતીને સ્વસ્છ રાખવા દશામાની મૂર્તિનું રિવરફ્રન્ટ પર વિસર્જન, સર્જાયા આવાં દ્રશ્યો

શનિવારે રાત્રે દશામાના વિસર્જનની ધામધૂમથી ઉજવણી થઈ. હજારો ભક્તોએ દશામાની પૂજા અર્ચના કરી તેમની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. પણ અમદાવાદમાં વિસર્જન સમયે એક અનોખી વસ્તુ જોવા મળી. જેને જાણીને તમે પણ હરખાઈ જશો. દર વર્ષે હજારો ભક્તો દશામાની મૂર્તિનું સાબરમતી નદીમાં વિસર્જન કરે છે. પણ આ સમયે હજારો ભક્તોએ ભક્તિભાવપૂર્વક માતાજીની મૂર્તિને નદીમાં વિસર્જન કરવાને બદલે રિવરફ્રન્ટ પર મૂકી દીધી હતી. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ અમદાવાદીઓનાં આ મામલે ભરપેટ વખાણ કર્યા હતા.

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ લખ્યું કે, આજે અમદાવાદમાં કાંઈક અદભૂત થયું છે. નાગરિકોએ સાબરમતી નદીને સ્વસ્છ રાખવાનો નિર્ણય કર્યો હતો. હજારો લોકએ મૂર્તિને નદીમાં વિસર્જન કરવાને બદલે, તેઓએ સન્માનપૂર્વક મૂર્તિને કાંઠા પર મૂકી દીધી હતી. એક અવિશ્વસનીય બદલાવ.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે દશામાની મૂર્તિનાં વિસર્જન બાદ સાબરમતી નદી ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે. અને કોર્પોરેશનને સાબરમતી નદી સાફ કરવા માટે ખુબ મહેનત કરવી પડી છે. ત્યારે હાલમાં જ અમદાવાદ કોર્પોરેશન દ્વારા સાબરમતી સ્વચ્છ મહાઅભિયાન શરૂ કરાયું હતું. જે બાદ આજે મૂર્તિનું વિસર્જન રિવરફ્રન્ટના કાંઠા પર જ કરવામાં આવતાં નદી સ્વસ્છ રહેશે. પણ આ વખતે પણ કાંઠા પર હજારોની સંખ્યામાં પીઓપી મૂર્તિઓ જોવા મળી હતી. તંત્ર દ્વારા અનેક વખત મનાઈ ફરમાવવા છતાં નાગરિકો બેધડક પીઓપીની મૂર્તિઓ ખરીદે છે. પણ હજારોની સંખ્યામાં મૂર્તિઓને કારણે કરોડો ખર્ચે બનેલાં રિવરફ્રન્ટ પર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું. મૂર્તિની સાથે પૂજાવિધિની સામગ્રી રિવરફ્રન્ટ પર વેરવિખેર પડી હતી.

આધિ વ્યાધિ ઉપાધિ હરનારા દશામાના ૧૦ દિવસના વ્રતની આજે પૂર્ણાહૂતિ થતા મધરાતથી સંગીતના તાલે દશામાની ર્મૂતિઓને જળાશયમાં વિસર્જન અર્થે લઇ જવાનો દોર શરુ થયો હતો. જે વહેલી સવાર સુધી જારી રહ્યો હતો. આ વર્ષે દશામાના વ્રત દરમિયાન ઝરમર વરસાદ જારી રહેતાં વિઘ્ન સર્જાયું હોવા છતાં ભક્તોનો ઉત્સાહ ઓસર્યો ન હતો. ભક્તોએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે દશામાની ૧૦ દિવસની ભક્તિ દરમિયાન વ્રત પૂજન, દશામાના વ્રતની કથા તેમજ આરતી-ગરબાનો દોર જારી રહ્યો હતો. મહિલા ભક્તોએ એવી વાત જણાવી હતી કે દશામાનું વ્રત કરવાથી ચૂડી-ચાંદલો અખંડ રહેતો હોઇ સૌભાગ્યશાળી વ્રત તરીકે ઓળખાય છે.