અમેરિકાના મિસિસિપ્પીના પ્લાન્ટમાં ઇમિગ્રેશન અધિકારીઓના દરોડા : 680ની ધરપકડ

અમેરિકાના મિસિસિપ્પીના પ્લાન્ટમાં ઇમિગ્રેશન અધિકારીઓના દરોડા : 680ની ધરપકડ

– છેલ્લા દસ વર્ષમાં નોકરીના સ્થળે પાડવામાં આવેલા સૌથી મોટા દરોડા

– પકડાયેલા કામદારો વિરૂદ્ધ ઇમિગ્રેશનના નિયમો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવશે

(પીટીઆઇ) મોર્ટન, તા. 8 ઓગસ્ટ, 2019, ગુરૂવાર

અમેરિકન ઇમિગ્રેશન અિધકારીઓએ મિસિસિપ્પીના ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટમાં દરોડા પાડી 680 કામદારોની ધરપકડ કરી હતી. આ કામદારોમાં મોટે ભાગે લેટિન અમેરિકા છે. આ દરોડાને છેલ્લા દસ વર્ષમાં નોકરીના સૃથળે પાડવામાં આવેલા સૌથી મોટા દરોડા ગણવામાં આવી રહ્યાં છે.

મહિનાઓ અગાઉ આ દરોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેક્સાસના અલ પાસો શહેરની મુલાકાતના થોડાક કલાકો પહેલા પાડવામાં આવ્યા હતાં. 

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અલ પાસો શહેરના એક મોલમાં થયેલી ગોળીબારની ઘટનામાં 22 લોકોનાં મોત થયા હતાં. જેક્સનથી પૂર્વમાં 64 કિલોમીટર દૂર આવેલા મોર્ટોન શહેરમાં આવેલ કોચ ફૂડ્સ પ્લાન્ટમાંથી ધરપકડ કરાયેલા ત્રણ બસોમાં બેસાડી લઇ જવામાં આવ્યા હતાં. જો પેૈકી બે પુરૂષોની હતી જ્યારે એક બસ મહિલાઓની હતી. 

આ પ્લાન્ટમાં જે કામદારો પાસે કાયદેસર ઇમિગ્રેશન હતું તેમની તપાસ કરી મુક્ત કરી દેવામાં આવ્યા હતાં. આ દરોડા અંગે પ્લાન્ટ દ્વારા કોઇ ટિપ્પણી કરવામાં આવી નથી. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટના કાર્યકારી ડાયરેક્ટર મેથ્યુ અલબેન્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે કોઇ એક સૃથળેથી આટલી મોટી સંખ્યામાં ગેરકાયદે ઇમિગ્રન્ટની ધરપકડ કરવામાં આવી હોવાની આ પ્રથમ ઘટના છે. 

ગેરકાયદે ઇમિગ્રન્ટને શોધવા માટે ઘણા લાંબા સમયથી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના અલ પાસો શહેરની મુલાકાત સાથે આ દરોડાને કોઇ સંબધ નથી. આ એક યોગાનુયોગ બનેલી ઘટના છે. આ દરોડાનું આયોજન મહિનાઓ પહેલા કરવામાં આવ્યું હતું. 

અમેરિકાના પૂર્વ પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશના સમયમાં આ પ્રકારના દરોડા એક સામાન્ય બાબત હતી બરાક ઓબામાના સમયમાં નોકરીના સૃથળે દરોડા પાડવામાં આવતા ન હતા. ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી આ દરોડા ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. જો કે કેટલાક નિષ્ણાતોએ આ દરોડાની ટીકા કરી છે. તેમણે જણાવ્યું છે ક આ પ્રકારના દરોડાથી અમેરિકાના આૃર્થતંત્રને નુકસાન થશે.