હ્રદય રોગનો હુમલો થતા પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

હ્રદય રોગનો હુમલો થતા પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું 67 વર્ષની વયે નિધન થયું છે. મંગળવાર સાજે જ તેમને દિલ્હીના AIIMSમાં દાખલ કરાયા હતા. તેમને હાર્ટ એટેક આવતા અંતિમ શ્વાસ લીધા. ભાજપના મોટા નેતાઓ એમ્સ પહોંચ્યા હતા. આ બધાની વચ્ચે પીએમ મોદીએ સુષ્મા સ્વરાજના નિધન પર દુખ વ્યકત કરતા કહ્યું હતું કે આ મારું ખાનગી નુકસાન છે. આજે 3 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા સવારે આઠથી 10.30 વાગ્યા સુધી જંતર મંતર ખાતે આવેલા તેમના ઘરે તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે. ત્યાર બાદ 11 વાગ્યાથી 2.30 વાગ્યા સુધી ભાજપા કાર્યાલય ખાતે તેમના નશ્વર દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે. અપડેટ્સ માટે બની રહો અમારી સાથે…

મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે દુખ વ્યક્ત કર્યું કહ્યું – અમારી સુષ્મા દીદી અમને બધાને છોડીને જતા રહ્યા. અસ્વસ્થ હોવા છતાંય પણ વિદિશા સહિતના રાજ્યની પ્રજાની સેવા કરતાં રહ્યા. 
– પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું નિધન, સાંજે 4 વાગ્યે અંતિમ સંસ્કાર
– સુષમા સ્વરાજ 67 વર્ષના હતા, ગત મોદી સરકારમાં તેઓ વિદેશ મંત્રી રહ્યા હતા.
– સુષમા સ્વરાજે ત્રણ કલાક પહેલા જ આર્ટિકલ 370 હટ્યા પર ટ્વિટ કર્યું હતું. 67 વર્ષીય સુષમા સ્વરાજ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રીના પદ પર રહ્યા હતા. સુષમા સ્વરાજ વિદેશમાં ફસાયેલા ભારતીયોની મદદ કરવા માટે અને ભારત આવવાનો પ્રયત્ન કરી રહેલા વિદેશીઓની મદદ કરીને સતત ચર્ચામાં રહેતા હતા. મોદી સરકારના આક્રમક મંત્રીઓમાંથી એક ગણાતા સુષમા સ્વરાજે ઘણી વખત આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદના મુદ્દે પાકિસ્તાને આડે હાથે લીધું હતું.
– કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત હતા સુષમા સ્વરાજ – પીએમ મોદી
– સુષમા સ્વરાજના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટ કર્યું હતું કે ભારતીય રાજનીતિમાં એક શાનદાર અધ્યાય સમાપ્ત થઈ ગયો. તેમણે પોતાનું જીવન સાર્વજનિક સેવા અને ગરીબોના જીવનને સમર્પિત કર્યું. સુષમા સ્વરાજ જી કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત હતા.
– સુષ્મા સ્વરાજ અટલ બિહારી વાજપેયી સરકારમાં પણ મંત્રી રહ્યા હતા. આ વખતે ખરાબ સ્વાસ્થ્યના કારણે તે લોકસભા ચૂંટણી લડ્યા ન હતા.