વર્લ્ડ મીડિયા PM મોદી પર ઓળઘોળઃ ૩૭૦ ને રદ કરવાનો નિર્ણય વખાણ્યો

વર્લ્ડ મીડિયા PM મોદી પર ઓળઘોળઃ ૩૭૦ ને રદ કરવાનો નિર્ણય વખાણ્યો

કલમ ૩૭૦ ને રદ કરવાના મોદી સરકારના નિર્ણયને વર્લ્ડ મીડિયાએ વખાણ્યો છે. કેટલાક અખબારોએ કહ્યું કે કલમ ૩૭૦ ને હટાવીને પીએમ મોદીએ સંઘનું સપનું પૂરુ કર્યું છે. આ પગલું પીએમનો વારસો નક્કી કરશે.

અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે જણાવ્યું કે ઘણા વર્ષોથી કાશ્મીરમા પ્રશાસન ભારતના બીજા ભાગોથી અલગ રીતે ચલાવાઈ રહ્યું હતું. આ વર્ષની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરવાનો વાયદો કર્યો હતો.

બીજી તરફ પાકિસ્તાની અખબાર ડોને જણાવ્યું કે કલમ ૩૭૦ રદ થયા બાદ દેશના બીજા ભાગોના લોકોને કાશ્મીરમા સંપત્તિ ખરીદવાનો અધિકાર મળી જશે. મોદીના નેતૃત્વમા ભાજપે સંઘ પરિવારનું સપનું પૂરુ કર્યું છે. ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરવાનો વાયદો કર્યો હતો જે પૂરો કર્યો છે.

તે ઉપરાંત ધ ગાર્ડિયન અખબારે લખ્યું કે ભાજપ હમેંશાથી કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો હટાવવાની વાત કહેતો રહ્યો છે પરંતુ પહેલી વાર કોઈ મજબૂત પ્રસ્તાવ રાખવામાં આવ્યો. આ જાહેરાત પીએમ તરીકે મોદીના વારસાને નક્કી કરશે.

… અને ભાજપનો માર્ગ મોકળો બન્યો : સીએનએન 

સીએનએને મોદી સરકારના નિર્ણય પર કહ્યું કે ભાજપે પીડીપીથી અલગ થતા તેનો માર્ગ મોકળો થયો હતો.જીઓ ટીવીએ પણ જણાવ્યું કે પાકિસ્તાની રાષ્ટ્રપતિ ડો.આરિફ અલ્વીએ મંગળવારે સંસદનુ સંયુક્ત સત્ર બોલાવ્યું છે.