જમ્મુ-કાશ્મીર પર સરકારનાં નિર્ણય બાદ પાકિસ્તાન બન્યું કંગાળ, શેર બજારમાં કડાકો

જમ્મુ-કાશ્મીર પર સરકારનાં નિર્ણય બાદ પાકિસ્તાન બન્યું કંગાળ, શેર બજારમાં કડાકો

સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ ભારતમાં રાજનૈતિક રીતે ખુબ જ મહત્વનો રહ્યો. ખરેખર સોમવારે ગૃહમંત્રી અમિત શાહએ જમ્મુ-કાશ્મીરને ળઇ રાજ્યસભામાં ઐતિહાસિક ભાષણ આપ્યું. આ કલમ-370 પ્રાવધાનને સમાપ્ત કરવા માટે સંકલ્પ રજૂ કરી દીધુ છે. અમિત શાહનાં ભાષણ દરમિયાન પાકિસ્તાનનાં શેર બજારમાં વર્ષનો સૌથી મોટો કડાકો થયો છે.

સોમવારે પાકિસ્તાની શેર બજારના પ્રમુખ બેંચમાર્ક ઇંન્ડેક્સ કેએસઇ-100 લગભગ 600 અંકના કડાકા સાથે 31 હજાર 100 સ્તર પર આવી ગયો. આ ગત કારોબારી દિવસોના મુકાબલે લગભગ 1.75 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો. બ્લૂમબર્ગની રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનનું શેર માર્કેટ ગત બે વર્ષમાં દુનિયાનું સૌથી ખરાબ પ્રદર્શન કરનારૂ રહ્યું છે. તમને જણાવીએ કે, જ્યારે ભારતમાં પુલવામા હુમલા બાદ એર સ્ટ્રાઇક કરી હતી ત્યારે પણ પાકિસ્તાનનાં શેર માર્કેટમાં ભૂચાલ આવી ગયો હતો. ત્યારે પાકિસ્તાનનાં બજારએ કુલ ત્રણ કારોબારી દિવસોમાં 2000થી વધુ અંકોનો વધારો ગુમાવી દીધો હતો.

ખરેખ ભારતે કાશ્મીરને લઇ કઠોર નિર્ણયોના કારણે પાકિસ્તાનનું શેર માર્કેટ ભારે કડાકો આવી ગયો. તમને જણાવીએ કે, રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહએ સોમવારે જમ્મુ-કાશ્મીરથી કલમ-370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનો પ્રસ્તાવ કર્યો છે. આ પહેલા પણ જમ્મુ-કાશ્મીરમાં ગત કેટલાક દિવસોથી રાજનૈતિક હલચલ વધી ગઇ છે. જેના કારણે પાકિસ્તાનનું શેર માર્કેટ પ્રભાવિત થયુ છે. કાશ્મીરમાં અતિરિક્ત સુરક્ષા દળોની અચાનક જમાવટ અને મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામા આવી છે. આ સિવાય ઘણા રાજનેતાઓને નજરબંધ કરી દેવામાં આવ્યા છે.

પાકિસ્તાનનાં બજારમાં મોંઘવારીના આકંડાએ પણ લોકોને ડરાવ્યા છે. પાક્સિતાન બ્યૂરો ઓફ સ્ટેટિક્સ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ દ્વારા માપવામાં ફુગાવો આ વર્ષે જુલાઈમાં વધીને 10.34 ટકા થયો છે. જોકે ગત મહિને 8.9 ટકા હતો. ગત વર્ષે જુલાઇમાં તે 5.84 ટકા રહ્યો હતો. પાકિસ્તાનમાં ગત વખતે બે આંકડામાં મોંઘવારી 2013માં નોંધાઇ હતી, જે 10.9 ટકા હતી.