પેટ ભરીને ઘરના લોકો ખાશે, આ રીતે બનાવો ફરાળી ઢોકળા

ઉપવાસના દિવસોમાં સામો કે મોરિયાની ખીચડી અને અન્ય વ્યંજનો બનાવીને ખવાય છે. તો આજે અમે તમારા માટે સાબુદાણા અને સામાની જ એક વાનગી લઇને આવ્યા છીએ. જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઉપવાસમાં પણ ખાઇ શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ફરાળી ઢોકળા.

સામગ્રી

1 કપ – સાબુદાણા 
1 કપ – સામો
1 કપ – દહીં
2 મોટી ચમચી – તેલ
1/4 ચમચી – સોડા
2 ચમચી – સમારેલી કોથમીર
1 ચમચી – સમારેલા મરચા
1/4 ચમચી – આદુની પેસ્ટ
1 ચમચી – ખાંડ
5-7 – લીમડો
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ સાબુદાણા અને સામાને મિક્સરમાં પીસી લો. તેમ એક ચમચી દહીં અને એક ચમચી તેલ ઉમેરો. હવે મીઠુ અને ખાંડ મિક્સ કરો. આ પેસ્ટને અડધો કલાક ઢાંકીને મૂકી દો.તે બાદ તેમાં કોથમીર, આદુની પેસ્ટ, લીલા મરચાં અને સોડા મિક્સ કરો. હવે મિશ્રણને બરાબર હલાવીને મિક્સ કરી લો. હવે આ મિશ્રણને ઢોકળા બનાવવાના સ્ટિમરમાં ઉમેરો અને વરાળથી ચઢવા દો. 10-15 સુધી સ્ટિમ કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમા લીમડો અને મરચાનો વધાર કરો. આ વઘારને ખમણ પર ઉમેરો. હવે તેને બહાર નીકાળીને ચોરસ આકારમાં કટ કરી લો. તૈયાર છે ફરાળી ઢોકળા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
News & Info
Ashadeep Newspaper

નમસ્તે ટ્રમ્પ / 10 ટ્રક સુરક્ષા સામાન, કાર ઉતારી USનું મહાકાય ગ્લોબ માસ્ટર પાછું ગયું, હવે રોજ 1 વિમાન આવશે

વિમાનમાં રોડરનર કાર-સુરક્ષા માટેનાં સાધનો લવાયાં અમદાવાદઃ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની 24 ફેબ્રુઆરીની મુલાકાત પૂર્વે સોમવારે અમેરિકી એરફોર્સનું ગ્લોબ માસ્ટર કાર્ગો

Read More »
Info & News
Ashadeep Newspaper

5 વર્ષમાં 1900 સરકારી અધિકારી-કર્મચારીઓ લાંચ લેતા પકડાયા, કેસોની સામે સજાનો દર 11 ટકા વધ્યો

2020માં બેનામી સંપત્તિના 19 ગુના દાખલ થયા, 2016થી 2020 સુધીમાં 75થી વધુ પાસેથી અપ્રમાણસર મિલકત મળી તાજેતરમાં ગુજરાત એસીબીએ સૌથી

Read More »