હાઈ સ્પીડ નેટ, લાઈવ ટીવી, ટેલીફોન સર્વિસ સાથે ‘JioGigaFiber’ થશે લોન્ચ,

હાઈ સ્પીડ નેટ, લાઈવ ટીવી, ટેલીફોન સર્વિસ સાથે ‘JioGigaFiber’ થશે લોન્ચ,

Reliance AGM 2018માં જિયોએ JioGigaFiber સર્વિસની ઘોષણા કરી હતી. કંપનીએ કહ્યું હતુ કે તે ફાયબર ટૂ હોમ (FTTH) થકી લોકોને હાઈ સ્પીડ બ્રોડબેન્ડ, લાઈવ ટીવી ચેનલ અને ટેલીફોન કનેક્શન આપશે. હવે રિલાયન્સ જિયોની AGM 12 ઓગષ્ટે થશે, જ્યાં JioGigaFiberનું કોમર્શિયલ લોન્ચ થઈ શકે છે. ટેલીકોમ સ્પેસમાં કંસોલિડેશન મચાવ્યા બાદ હવે જિયો બ્રોડબેન્ડ સ્પેસમાં પણ તેવો જ તહલકો મચાવવા માંગે છે. અમે તમને અહિંયા તેના વિશે વિસ્તૃત જાણકારી આપશું.

Reliance JioGigaFiber સર્વિસને અફોર્ડેબલ કિંમતમાં જાહેર કરી શકાશે. એક રિપોર્ટ મુજબ આ સર્વિસ ટેરિફ 600 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થઈ શકે છે, જેમાં તમને હાઈ સ્પીડ ડેટા સાથે ટીવી અને લેન્ડલાઈનનું કનેક્શન પણ મળશે. તેની સાથે જ આ પ્લાનમાં જિયો સૂટ એપ્સનો એક્સેસ પણ તમને મળી શકે છે.

FTTH હેઠળ Reliance JioGigaFibre ગ્રાહકોને 1 GBPS સુધીના સ્પીડ ઓફર કરી શકે છે. જો કે આ સૌથી વધારે સ્પીડ હશે અને તેના માટે પણ પૈસા વધારે ચૂકવવા પડશે. પરંતુ તેની લોવર સેપીડને ઓછી રકમમાં ઓફર કરવામાં આવશે.

આ સર્વિસ સાથે તમને ટીવી સર્વિસ પણ મળશે. તેમાં તમે લાઈવ ટીવી ચેનલને સ્ટ્રીમ કરી શકશો. GigaTV હેઠળ તમને સેટએપ બોક્સ મળશે જે વોઈસ કન્ટ્રોલ અને 4K રિઝોલ્યૂશન સપોર્ટ સાથે આવશે. તમે 600થી વધુ ટીવી ચેનલ અને 1,000 ફિલ્મ અને સોન્ગને સ્ટ્રીમ કરી શકશો.

કંપનીએ ફક્ત હાઈ સ્પીડ નહીં આપે તેની સાથે smart home Iot સોલ્યીશન પણ શો કેસ કરી શકે છે IoT પ્રોડક્ટમાં હોમ સર્વિલાઈન્સ કેમેરા જેવી ઘણી પ્રોડક્ટને લોન્ચ કરવામાં આવી શકે છે. તેની પ્રાઈસિંગ ડિટેઈલ્સની પણ હજુ કોઈ જાણકારી મળી નથી. કંપનીએ એવી જ પ્રોડક્ટને મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2018માં રજુ કર્યો હતો, જ્યાં આઈઓટીથી સંબંધિત ઘણી પ્રોડક્ટને જાહેર કરવામાં આવશે.