લોન માટે બેંકના ચક્કર લગાવવાની જરૂર નહીં, ATMથી કરો અપ્લાય

સામાન્ય રીતે બેંક ATMનો ઉપયોગ માત્ર પૈસા કાઢવા માટે હોય છે. એમ લોકો માને છે. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ATM થી તમે લોન પણ એપ્લાય કરી શકો છો અને ટેક્સની ચુકવણી પણ કરી શકો છો. ઉપરાંત ATM થી તમે ટિકિટ બુકિંગ, ફિક્સ્ડ ડિપોઝિટ, ઇન્શ્યોરન્સ પોલિસી પ્રીમિયમની ચૂકવણી, કેશ ટ્રાન્સફર અને બિલ ચુકવણી જેવા કામ પણ કરી શકો છો.

આપને જણાવી દઈએ કે દેશના એવા કેટલાક બેંક છે જે ATM ના માધ્યમથી ગ્રાહકોને ટેક્સની ચુકવણીની સુવિધા આપે છે. જોકે તે માટે ગ્રાહકે પહેલા બેંકની વેબસાઇટ અથવા બ્રાન્ચમાં આ સુવિધા માટે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. ઉપરાંત કેટલાક બેંક ગ્રાહકોને એટીએમથી ટિકિટ બુકિંગની સુવિધા પણ આપે છે. જોકે તે હેઠળ માત્ર લાંબી મુસાફરીની આરક્ષિત ટિકિટ જ બુક થતી હોય છે. આ સિવાય અમુક બેંકો એટીએમના માધ્યમથી ગ્રાહકોને ટેલિફોન અને વીજળી બિલની ચુકવણી કરવાની સુવિધા પણ આપે છે. જોકે આ પહેલા પણ ગ્રાહકે બેંકની વેબસાઇટ પર જઈ રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે.

એટીએમના માધ્યમથી ગ્રાહક લોન માટે પણ એપ્લાય કરી શકે છે. આ વાત ઘણા ઓછા લોકો જાણે છે. નાની મૂડીની પર્સનલ લોન માટે તમારે બેંકના ચક્કર કાપવની જરૂર નથી. દેશમાં કેટલાક એવા બેંક છે જે એટીએમના માધ્યમથી ગ્રાહકોને પ્રી એપ્રૂવ્ડ લોન ઓફર કરે છે. આ માટે માત્ર એટીએમમાં દર્શાવેલ સ્ટેપ ફોલો કરવાની જરૂર છે. ઉપરાંત એટીએમના માધ્યમથી ગ્રાહક ફિક્સ્ડ ડિપોઝિટની મૂડી પણ જમા કરવી શકે છે. આ સિવાય એટીએમથી એક બેંક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. જોકે આ પહેલા પણ રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Info & News
Ashadeep Newspaper

પોર્ટુગલમાં ફાઇઝરની કોરોના વેક્સિન મુકાવ્યાના બે દિવસ બાદ નર્સનું મોત

। નવી દિલ્હી । પોર્ટુગલમાં કોરોના વાઇરસ માટે અમેરિકાની ફાઇઝર અને જર્મનીની બાયોએનટેક કંપનીઓ દ્વારા વિકસાવવામાં આવેલી રસી લીધાના બે

Read More »
News & Info
Ashadeep Newspaper

ભારતમાં 2019-2020 વચ્ચે 12 લાખ લોકો સાપ કરડવાથી મૃત્ય પામ્યા

મોટા ભાગના ગામડાઓમાં કેસ બને છે 70 વર્ષની વય પહેંલા 250માંથી એક વ્યક્તિ સ્નેકબાઇટથી ગુજરી જાય છે ટોરોન્ટો,તા. 8 જુલાઈ

Read More »