અમેરિકા / શીખ ધર્મગુરુ સાથે ઘરમાં ઘુસીને મારપીટ કરાઈ, હુમલાખોરોએ કહ્યું- તમારા દેશમાં પાછા જાવ

અમેરિકા / શીખ ધર્મગુરુ સાથે ઘરમાં ઘુસીને મારપીટ કરાઈ, હુમલાખોરોએ કહ્યું- તમારા દેશમાં પાછા જાવ

આ હુમલો નફરત અને ધાર્મિક કટ્ટરતાથી પ્રેરિત હતોઃ મની ગ્રેવાલ

અમરજીત સિંહ સૈન ફ્રાન્સિસ્કોથી 100 માઈલ દુર આવેલા ગુરુદ્વારા મોડેસ્ટો સેરેસના ધર્માચાર્ય છે

વોશિંગ્ટનઃ અમેરિકાએ કેલિફોર્નિયામાં આવેલા ગુરુદ્વારાના ધર્મગુરુ સાથે વંશવાદ અને મારપીટ કરવાનો મામલો સામે આવ્યો છે. મૂળ ભારતના અમરજીત સિંહે જણાવ્યું કે,ગુરુવારે રાતે હુમલાખોરો તેમના ઘરની બારીઓ તોડીને ઘરમાં ઘુસ્યા અને મારઝુડ કરી હતી. હુમલાખોરોએ તેમને પોતાના દેશમાં પાછું જવા માટે કહ્યું હતું. અમરજીત સિંહ ગુરુદ્વારા મોડેસ્ટો સેરેસના ધર્મગુરુ છે.

શીખ સમુદાયના મિત્રો સાથે છુંઃ સાંસદ હાર્ડર

ગુરુદ્વારાના સભ્ય અને મોડેસ્ટો સિટીના કાઉન્સિલમેન મની ગ્રેવાલે કહ્યું કે, આ હુમલો નફરત અને ધાર્મિક કટ્ટરતાથી પ્રેરિત હતો. અમે જોઈ રહ્યાં છે આજકાલ આ પ્રકારની ઘટનાઓ સતત બની રહી છે.

જો કે, પોલીસે કહ્યું કે, તેને નફરત ભરેલી ઘટના કહેવું પણ થોડી ઉતાવળ હશે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારબાદ જ કોઈ આધાર પર પહોંચી શકાશે.

સાંસદ જોશ હાર્ડર પ્રમાણે, હું શીખ સમુદાયના મિત્રો સાથે છું. દરેક અમેરિકી નાગરિકએ ભેદભાવરહિત, ધાર્મિક સ્વતંત્રતા વાળું વર્તન કરવું જોઈએ. આપણે આ માટે જવાબદાર લોકોની તપાસ કરવી જોઈએ.

હાર્ડરે કહ્યું કે, સેન્ટ્રલ વેલીમાં લઘુમતી સમુદાય વિરોધી હિંસા ગુનાનો જ એક ભાગ છે. આ ફક્ત એક લઘુમતી સમુદાય પર હુમલો નહીં પણ તમામ લઘુમતી-શીખ, લેટિન, મુસ્લિમ, એલજીબીટીક્યૂ અને અન્યના વિરોધમાં પણ હુમલો છે.