લોકસભામાં ફરીથી પાસ થયું ત્રિપલ તલાક બિલ, પક્ષમાં 303 વોટ તો વિરોધમાં 82 વોટ પડ્યા

લોકસભામાં ફરીથી પાસ થયું ત્રિપલ તલાક બિલ, પક્ષમાં 303 વોટ તો વિરોધમાં 82 વોટ પડ્યા

ગુરુવારે લોકસભામાં ત્રિપલ તલાક બિલ બહુમતીથી પાસ થઈ ગયું. લોકસભામાં ત્રિપલ તલાક બિલ પર પરચીઓ વડે વોટિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ ત્રિપલ તલાક બિલ લોકસભામાં પાસ થયું ગયું હતું. બિલના પક્ષમાં 303 વોટ પડ્યા હતા તો વિરોધમાં 82 વોટ પડ્યા હતા. કોંગ્રેસ સહિત યુપીએ અને અન્ય પક્ષોએ બિલનો વિરોધ કર્યો હતો.

તો તૃણમુલ કોંગ્રેસ અને એનડીએના સહયોગી પક્ષ જનતા દળ યુનાઈટેડે સદનમાંથી વોક આઉટ કર્યું હતું. ટ્રિપલ તલાક પર ઓવૈસીએ સંશોધન ફગાવી દીધું હતું. હવે આ બિલ રાજ્યસભામાં મોકલવામાં આવશે. પણ અહીં બિલ પાસ કરાવવામાં સરકારને મુશ્કેલી પડશે. કેમ કે, રાજ્યસભામાં હજુ પણ એનડીએ પાસે પૂર્ણ બહુમત નથી.

રાજ્યસભામાં તેને જેડીયુનો પણ સાથ નહીં મળે. તેવામાં સરકારને અન્ય પક્ષો પર નિર્ભર રહેવું પડશે. હવે જોવાનું એ રહેશે કે, રાજ્યસભામાં સરકાર આ બિલને કેવી રીતે પાસ કરે છે. કેમ કે, ત્રણ તલાક બિલ ગત સરકારમાં પણ લોકસભામાં પાસ થઈ ગયું હતું અને રાજ્યસભામાં તે અટકી પડ્યું હતું.