રોયલ તસવીરો: USમાં ગુજરાતી અમિતે સ્વામિનારાયણ મંદિરમાં આદિત્ય સાથે ધામધૂમથી કર્યા લગ્ન

રોયલ તસવીરો: USમાં ગુજરાતી અમિતે સ્વામિનારાયણ મંદિરમાં આદિત્ય સાથે ધામધૂમથી કર્યા લગ્ન

અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં ભારતીય મૂળના બે યુવક ગુજરાતી અમિત શાહ અને આદિત્ય મદિરાજુએ એક બીજા સાથે સમલૈંગિક લગ્ન કર્યા છે. બંનેએ ન્યુજર્સીના સ્વામીનારાયણ મંદિરમાં લગ્ન કરીને હંમેશા માટે એક બીજાના થઇ ગયા. આ લગ્નથી દુનિયાભરમાં સમલૈંગિક સંબંધ ધરાવનારા લોકો માટે આશા જાગી છે કે મોહબ્બત આઝાદ છે અને એક દિવસ તેમણે આમ કરવાની સહમતિ મળશે.

આ કપલને સોશિયલ મીડિયા પર ઢગલાબંધ શુભેચ્છાઓ મળી રહી છે અને તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આપને જણાવી દઇએ કે અમિત અને આદિત્યની મુલાકાત એક બારમાં થઇ હતી ત્યારબાદ બંનેએ એકબીજાના નંબર લીધા અને તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાય ગઇ.

પોતાના સંબંધને લઇ અમિત અને આદિત્ય એ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે અમે એક બીજાને ડેટ કરી રહ્યા હતા ત્યારે અમને બિલકુલ નહોતું લાગતું કે અમે લગ્ન કરીશું પરંતુ સમય વીતતા અમને એ મહેસૂસ થયું કે અમે લોકો એકબીજા માટે જ બન્યા છીએ. ત્યારબાદ અમારા માતા-પિતા સાથે વાત કરી અને તેમની હાજરીમાં જ અમે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

બંનેની દોસ્તી આગળ વધવાનો સિલસિલો શરૂ થયો અને ત્રણ વર્ષના ડેટ બાદ બંને લગ્નબંધનમાં બંધાઇ ગયા. તેમના લગ્નને લઇ કેટલાંક લોકો ભદ્દી કમેન્ટ કરી રહ્યા છે તો કેટલાંક વખાણ પણ કરી રહ્યા છે.

બંનેએ હિન્દુ રીતરિવાજ પ્રમાણે લગ્ન કર્યા. એટલું જ નહીં લગ્ન પહેલાં અમિત અને આદિત્ય એ પ્રીવેડિંગ ફોટોશુટ પણ કરાવ્યું અને મહેંદી-પીઠી પણ થઇ હતી. અમિતના મતે આદિત્ય ખૂબ જ ક્રિએટિવ છે અને તેને પેન્ટિંગ અને આર્ટ્સનો ખૂબ જ શોખ છે.