Amazonની સૌથી મોટી ભુલ, 11 લાખની વસ્તુ 55 હજારમાં વેચી, ગ્રાહકોએ કહ્યું ‘Thank You’

Amazonની સૌથી મોટી ભુલ, 11 લાખની વસ્તુ 55 હજારમાં વેચી, ગ્રાહકોએ કહ્યું ‘Thank You’

Amazonએ 15 જુલાઈ અને 16 જુલાઈએ પોતાના પ્લેટફોર્મ પર Prime Day Saleનું આયોજન કર્યું હતુ. જો તમને આ સેલ વિશે જાણકારી ન હોય તો જણાવી દઈએ કે આ એમેઝોનના પ્રાઈમ મેમ્બર્સ માટે વર્ષની સૌથી મોટી સેલ હોય છે, જેમાં કંપની ફક્ત પોતાના પ્રાઈમ મેમ્બર્સ માટે ઘણી સ્પેશિયલ ડીલ્સ અને ઓફર્સ આપતી હોય છે. Prime Day Saleમાં ઈ કોમર્સ દિગ્ગજ લગભગ બધી કેટેગરી પર ડિસ્કાઉન્ટ, ડીલ્સ, ઓફર્સ વગેરે આપે છે. આ સેલ દુનિયાભરના 18 દેશોમાં આયોજિત કરવામાં આવે છે.

આમતો આ સેલ દુનિયાભરમાં દરેક વર્ષ આયોજિત થાય છે, પરંતુ આ વર્ષે સેલ અમૂક જ વ્યક્તિઓ માટે તેમની આ સેલ જબરદસ્ત સાબિત થઈ છે. સૂત્રો મુજબ જાણવા મળી રહ્યું છે કે Amazonમાં ચાલી રહેલી આ Prime Day સેલ દરમિયાન એક ગડબડના લીધે કેટલાક ભાગ્યશાળી ગ્રાહકોને 9 લાખ રૂપિયાની હાઈ એન્ડ કેમેરા એક્સેસરીઝ ફક્ત 6,500 રૂપિયામાં મળી ગઈ.

જેવું જ ગ્રાહકોને આ ગડબડ વિશે જાણ થઈ, Amazonમાં કેમેરા એક્સેસરીઝ ખરીદનારાઓની ભીડ જામી ગઈ. જણાવી દઈએ કે આ કેમેરા પ્રોડક્ટ્સ અને એક્સેસરીઝ Sony, Canon અને Fujifilm જેવા પોપ્યુલર બ્રાન્ડ્સની હતી.

તેમાંથી Canon EF 800 લેન્સ, જેની કિંમત લગભગ 9 લાખ રૂપિયા છે. તે સેલ દરમિયાન ગ્રાહકોને ફક્ત 6,500 રૂપિયામાં મળી. જો કે આ ડીલ ફક્ત થોડા સમય માટે જ જોવા મળી હતી, પરંતુ તે દરમિયાન આ ઓફરને ઘણા ગ્રાહકોઓએ મેળવી હતી. આ વિશે કેટલાક ગ્રાહકોએ Redditમાં પણ પોસ્ટ શેર કરી જણાવ્યું છે. એક યૂઝરે જણાવ્યું કે તેને લગભગ 21,000નો કેમેરો ફક્ત 6,500માં મળી ગયો.

તે સિવાય એક યૂઝરે Reddit પર જણાવ્યું કે તેને 11 લાખ રૂપિયાથી વધારે કિંમતની પ્રોડક્ટ ફક્ત 55,200 રૂપિયામાં મળી હતી. કોઈ યૂઝર્સ દ્વારા માહિતી પ્રાપ્ત થઈ નથી કે આ પ્રોડક્ટ તેમને મળી છે કે નહીં, પરંતુ આ ઓર્ડર કેન્સલ ન થઈને ગ્રાહકો ને મળી જાય છે તો આપણે માની શકીએ કે આ ગ્રાહકો દુનિયાના સૌથી ભાગ્યશાળી ગ્રાહકો હશે.