લોકસભામાં NIA બિલ પાસ, હવે વિદેશમાં જઈને આતંકવાદીઓને દબોચી શકશે

લોકસભામાં NIA બિલ પાસ, હવે વિદેશમાં જઈને આતંકવાદીઓને દબોચી શકશે

લોકસભામાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) વિધેયકને વોટિંગ બાદ સદનમાં પારિત કરવામાં આવ્યું હતું. પ્રસ્તાવના પક્ષમાં 28 વોટ પડ્યા હતા, જ્યારે વિરોધમાં માત્ર 6 વોટ પડ્યા હતા. વિધેયક પર લાવવામાં આવેલ તમામ સંશોધન પ્રસ્તાવોને નામંજૂર કરી દેવામાં આવ્યા છે.

ગૃહરાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ લોકસભામાં એનઆઈએ વિધેયક 2019ને ચર્ચા માટે રજૂ કરતાં કહ્યું કે, આ બિલ પારિત થતાં એનઆઈએને વધારે મજબૂતી મળશે અને આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલાં મામલામાં તે વિદેશમાં જઈને પણ તપાસ કરી શકશે.

આ બિલ પાસ થતાં તપાસ એજન્સી તસ્કરીસ નશીલાં પદાર્થની તસ્કરી, માનવ તસ્કરી અને સાઈબર ક્રાઈમ તપાસ સંબંધી મામલાઓને લઈ તેને વધારે અધિકાર પ્રાપ્ત થશે. આનઆઈએને આ પ્રકારના મામલાઓમાં તપાસનો અધિકાર આપીને દેશહિતમાં તેની ભૂમિકાને મહત્વપુર્ણ બનાવાઈ છે.

સરકાર તરફથી કહેવામાં આવ્યું કે, હવે એનઆઈએ આતંકવાદ, દેશ વિરોધી ગતિવિધિઓ, માનવ તસ્કરી તથા સાઈબર ક્રાઈમની વિદેશમાં જઈને તપાસ કરવાનો અધિકાર મળશે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ વિષય પર સદનમાં ડિવિઝન થવું જોઈએ, જેનાથી દેશને ખબર પડે કે કોણ આતંકવાદના પક્ષમાં છે અને કોણ તેના વિરોધમાં. જે બાદ સ્પીકરે ડિવિઝનની મંજૂરી આપતાં સદનમાં તમામ સભ્યોને પોતાની સીટ પર જવા માટે કહ્યું હતું. જે બાદ બિલના પક્ષમાં 278 વોટ પડ્યા હતા, જ્યારે તેના વિરોધમાં ફક્ત 6 વોટ પડ્યા હતા.