ડોનાલ્ડ ટ્રમ્પે મહિલા સાંસદો ઉપર કરી વંશીય ટિપ્પણી, કહ્યું- તમારા દેશમાં પાછા જતાં રહો

ડોનાલ્ડ ટ્રમ્પે મહિલા સાંસદો ઉપર કરી વંશીય ટિપ્પણી, કહ્યું- તમારા દેશમાં પાછા જતાં રહો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિપક્ષની ચાર ડેમોક્રેટ મહિલા સાંસદો પર પ્રહાર કરતાં તેમનાં વિરુદ્ધ વંશીય ટિપ્પણી કરી હતી. ટ્રમ્પે પ્રગતિશીલ મહિલા ડેમોક્રેટિક સાંસદો પર હુમલો કરતાં કહ્યું કે, તે જ્યાંથી આવે છે, ત્યાં પાછા જતાં રહેવું જોઈએ. ટ્રમ્પની આ ટિપ્પણી બાદ વિવાદ ઉભો થયો છે. ટ્રમ્પની આ ટિપ્પણીને વંશીય કહીને તેમની ટીકા કરવામાં આવી રહી છે.

ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ ઉમેદવાર અને વરિષ્ઠ સાંસદોએ વંશીએ અને ઘૃણાથી બેલી આ ટિપ્પણીને લઈ ટ્રમ્પને આડેહાથ લીધા છે. ગત વર્ષે પણ ડોનાલ્ડ ટ્રમ્પે આફ્રિકાના દેશોને ગટર કહેતાં કહ્યું હતું કે, તે અમેરિકામાં શરણાર્થી હુમલો કરશે.

રવિવારે ટ્રમ્પને એક ટિપ્પણીમાં પ્રગતિશીલ મહિલા ડેમોક્રેટિક સાંસદોનો હવાલો આપતાં આ ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી અશ્વેત મહિલા સાંસદોને નિશાનો બનાવીને કરવામાં આવી હતી. આ સાંસદોમાં ન્યુયોર્કની એલેક્ઝેંડ્રિયા ઓકાસિયો કોર્ટેઝ, મિનિસોટાની ઈલ્હાન ઓમર, મિશિગનની રાશિદા તલાઈબ અને મેન્સ્યુચ્યેટ્સની અયાની પ્રેસલી પણ સામેલ છે.