સરકારી ઓફિસમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કર્યો તો થશે કાર્યવાહી

સરકારી ઓફિસમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કર્યો તો થશે કાર્યવાહી

સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશો અનુસાર કર્મચારીઓએ ઑફિસના કોમ્પ્યુટર્સ અને સ્માર્ટફોન પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે જ્યાં સુધી કોઈ કર્મચારીને ઑફિશ્યલ અનુમતિ આપવામાં આવે નહીં તે તેનો ઉપયોગ કરી શકે નહીં. 

સરકારે સરકારી કર્મચારીઓને કહ્યુ કે ખાનગી રાખવાવાળા કોઈ પણ કાર્ય ઈન્ટરનેટ સાથે જોડાયેલા કોમ્પ્યુટરથી ના કરો અને ના કોઈ અગત્યની ફાઈલ સેવ કરો. મંત્રાલયે કહ્યુ કે સિક્રેટ દસ્તાવેજ ગૂગલ ડ્રાઈવ, ડ્રોપ બૉક્સ અથવા આઈક્લાઉટ પર સેવ કરવામાં આવશે નહીં અને ના શેર કરવામાં આવે.

જો કોઈ કર્મચારી આવુ કરતા પકડાયા તો ઓફિશિયલ ઈન્ફોર્મેશન લીક કરવાનો કેસ નોંધવામાં આવશે. ઓફિસમાં કામ કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પર પણ આ નિયમ લાગુ થશે. 

આ ગાઈડ લાઈનમાં કહેવામાં આવ્યુ છેકે તમામ ગોપનીય માહિતી અથવા દસ્તાવેજો પેનડ્રાઈવમા રાખવામાં આવશે. પેનડ્રાઈવ ઓફિસ તરફથી આપવામાં આવશે આને ઓફિસની બહાર જે વ્યક્તિને પરવાનગી હોય તે જ લઈ જઈ શકશે.