ભારતીય પ્રોફેશનલ્સ માટે ખુશખબર અમેરિકી સંસદમાં ગ્રીનકાર્ડ બિલ રજૂ

। વોશિંગ્ટન ।

અમેરિકી સંસદ હાઉસ ઓફ રિપ્રેઝન્ટિવમાં મંગળવારે ગ્રીનકાર્ડ સંબંધિત એક બિલ પર વોટિંગ થયું હતું. રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના ૩૧૦ કરતા પણ વધારે સાંસદ આ બિલના ટેકામાં છે. વિદેશીઓની ગ્રીનકાર્ડની સંખ્યા સીમિત હોવાને કારણે ભારત અને ચીનના નાગરિકોને અમેરિકાની ઓછી નાગરિકતા મળે છે, જ્યારે બીજા દેશોની નાગરિકોને સરળતાથી અમેરિકાની કાયમી નાગરિકતા મળી જાય છે. આ સંબંધમાં અમેરિકી સંસદમાં રજૂ થયેલ બિલ પાસ થયા બાદ ગ્રીનકાર્ડની સંખ્યા પરની લિમિટ ખતમ થઈ જશે. જો આ બિલ કાયદાનું સ્વરૂપ ધારણ કરે તો ભારતીયોને ગ્રીનકાર્ડની સાથે સાથે એચ-૧ બી વિઝાની સંખ્યા પણ વધારે મળશે. એપ્રિલ ૨૦૧૮ સુધી અમેરિકાના ટેક્નોલોજી ક્ષેત્રમાં ૩ લાખ ભારતીયો એવા છે જેઓ ગ્રીનકાર્ડની પ્રતીક્ષા કરી રહ્યા છે. અમેરિકાની બન્ને પાર્ટીઓ રિપબ્લિકન અને ડેમોક્રેટિકના મોટાભાગના સાંસદો આ બિલના ટેકામાં છે. તેથી આ બિલને કાયદો બનવાની આડે કોઈ અડચણ નહીં આવે. અમેરિકી સંસદમાં દર વર્ષે તમામ દેશોના ૭ ટકા ગ્રીનકાર્ડ જારી કરવાની મર્યાદા ખતમ કરનાર બિલ પર વોટિંગ થાય છે. ગ્રીનકાર્ડ લોકોને અમેરિકામાં સ્થાયી રીતે વસવા અને કામ કરવાની અનુમતી આપે છે. જો આ બિલને સંસદની મંજૂરી મળે તો તેનો ફાયદો હજારો ભારતીય પ્રોફેશનલોને થશે.

કાયદો શું કહે છે : આ બિલ પસાર થયા બાદ અમેરિકામાં નોકરીને આધારે મળનાર સ્થાયી નાગરિકતા સંબંધી મર્યાદા ખતમ થઈ જશે. હાલમાં આ લિમિટ સાત ટકા છે, હાલના નિયમોને હિસાબે એક વર્ષમાં ૧,૪૦,૦૦૦ કરતાં પણ વધારે ગ્રીનકાર્ડ જારી થઈ શકતા નથી. આ કાયદો લાગુ થયા બાદ અમેરિકામાં નાગરિકતાની પ્રતીક્ષા કરી રહેલા ભારતીય અને ચીની નાગરિકોની પેન્ડિંગ પડેલી અરજીઓ ક્લિયર થઈ શકે છે. આ બિલને કારણે બીજા દેશોના અપ્રવાસીઓમાં હલચલ મચી છે કારણ કે તેમને લાગી રહ્યું છે આ બિલને ભારતના પક્ષમાં તૈયાર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Astrology
Ashadeep Newspaper

દેશમાં દિવાળી જેવો માહોલ : આજે અયોધ્યામાં રામમંદિરનો શિલાન્યાસ

। અયોધ્યા । અયોધ્યામાં બનનારા ભવ્યાતિભવ્ય રામમંદિરનાના ભૂમિપૂજનની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. બુધવારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લાખો

Read More »
News & Info
Ashadeep Newspaper

ચન્દ્રયાનથી લેન્ડર અલગ : ‘વિક્રમ’ રચવા સજ્જ

। નવી દિલ્હી । ચન્દ્રયાન-૨ના ઓર્બિટરમાંથી લેન્ડર વિક્રમ સોમવારે બપોરે સફળતાપૂર્વક અલગ થઈ ગયું હતું. ઇસરોના જણાવ્યા પ્રમાણે બપોરે ૧:૧૫

Read More »