મોદી સરકારે શરૂ કર્યું આ ખાસ ACનું વેચાણ, જલ્દી ક્લિક કરીને જાણો કેવી રીતે ખરીદશો

મોદી સરકારે શરૂ કર્યું આ ખાસ ACનું વેચાણ, જલ્દી ક્લિક કરીને જાણો કેવી રીતે ખરીદશો

સરકારી કંપની અનર્જી ઈફિસિએન્સી સર્વિસીઝ લિમિટેડે 1.5 ટન ઈન્વર્ટર ACનું વેચાણ શરૂ કર્યું છે. એક અધિકારીએ જાણકારી આપી છે કે, EESLએ ફેબ્રુઆરી 2019માં રેઝિડેંશિયલ અને ઈંસ્ટીટ્યૂશનલ ગ્રાહકો માચે હાઈ ક્વોલિટી એર કંડીશનિંગ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમ હેઠળ હાઈ ક્વોલિટી AC રજુ કરવાનાં છે.

EESLનાં મેનેજિંગ ડિરેક્ટર સૌરભ કુમારે કહ્યું કે, પહેલા ચરણમાં દિલ્હીમાં BSES રાજધાની પાવર લિમિટેડ, બીએસઆઈ યમુના પાવર લિમિટેડ અને ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રીબ્યૂશન લિમિટેડના ગ્રાહકો માટે 50,000 AC ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ AC પહેલા આવો – પહેલા મેળવો આધાર પર મળશે. કિંમતની જો વાત કરવામાં આવે તો તેની કિંમત 41,300 રુપિયા છે. તેમણે કહ્યું કે, દિલ્હી સિવાય પણ અન્ય વિસ્તારોના ગ્રાહકોના ઓર્ડર પણ લેવામાં આવશે. જો તે વિસ્તારમાં વોલ્ટાસ હશે, કે જે ઉપકરણોનું વિતરણ કરશે.

ગ્રાહક EESLના ઓનલાઈન પોર્ટલ EESL MARTના માધ્યમથી AC ઓર્ડર કરી શકશે. ACની કિંમતને લઈને સૌરભ કુમારે કહ્યું કે ACની કિંમત 41,300 રુપિયા છે, જેમાં GST અને ટ્રાન્સપોર્ટ કોસ્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

સૌરભ કુમારે કહ્યું કે, ‘અમારું ઉત્પાદન ફક્ત સ્પ્લિટ AC છે, જેની રેટિંગ 5-4 સ્ટાર છે. આ એનર્જી એફિસિએંટ છે અને લોકોને વર્ષમાં લગભગ 300 યૂનિટ બચાવવામાં મદદ કરશે. તેની સરખામણી બજારમાં ઉપલબ્ધ 50,000 સુધીનાં 5 સ્ટાર રેટિંગ AC સાથે કરવામાં આવી છે.

કુમારે કહ્યું કે, આ દોડમાં ત્રણ કંપનીઓ હતી, જેમાં 41,300 રુપિયાની બોલી સાથે વોલ્ટાસ સૌથી ઓછી બોલી વાળી કંપનીનાં રૂપમાં આવી.