એક મહિલાનો ખોવાયેલો પતિ TikTok દ્વારા ત્રણ વર્ષ બાદ મળ્યો

એક મહિલાનો ખોવાયેલો પતિ TikTok દ્વારા ત્રણ વર્ષ બાદ મળ્યો

તમે વિડિયો શેરિંગ પ્લેટફોર્મ એપ ટીકટોક ને પસંદ કરતા હશો અથવા તમે વીડિયો પણ બનાવતા હશો. પરંતુ તમિલનાડુમાં એક મહિલા માટે ટીકટોક એક આશીર્વાદ સ્વરૂપ બન્યું.

સૂત્રો મુજબ સુરેશ નામનો એક વ્યક્તિ પોતાના પત્ની અને બે બાળકોને છોડી 2016માં ભાગી ગયો હતો. ત્યારબાદ તેમની પત્નીએ ઘણી બધી જગ્યા પર શોધ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી. પરંતુ તેને કંઈ ફાયદો ન મળ્યો તેનો પતિ આટલું કરવા છતા પણ ગુમ હતો.

આગળ તપાસ કર્યા બાદ પોલીસે જણાવ્યું હતું કે સુરેશ પોતાના ઘરમાંથી ઘરની કંકાશથી કંટાળીને ભાગી ગયો હતો. ત્યારબાદ તે બીજી જગ્યા પર શિફ્ટ થઈ ગયો હતો અને એક મકાનનું કામ કરવા લાગ્યો હતો. ત્યારબાદ તે એક ટ્રાન્સવૂમનની સાથે રિલેશનશિપમાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે આ રિલેશનને કારણે જ પોલીસ તે વ્યક્તિ ટ્રેક કરી શકી હતી. રિપોર્ટમાં પોલીસ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે ટ્રાન્સજેન્ડર એસોસિએશન વિલ્લુપુરમની મદદથી તે મહિલાને ટ્રેક કરી હતી.

પોલીસે જણાવ્યું કે તે મહિલા tiktok વીડિયો બનાવતી હતી. અને ત્રણ વર્ષ પહેલા તમિલનાડુમાંથી ભાગેલો પતિ ટીકટોક વીડિયોમાં જોવા મળ્યો અને ઘણી તપાસ બાદ તે ટીકટોક વીડિયો થકી શોધી લેવાયો.