બજેટ: 13 લાખની કમાણી પર પણ નહીં લાગે ટેક્સ, આ રીતે કરો ગણતરી

બજેટ: 13 લાખની કમાણી પર પણ નહીં લાગે ટેક્સ, આ રીતે કરો ગણતરી

મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલું સામાન્ય બજેટ રજૂ થઈ ચુક્યુ છે. આ બજેટથી મધ્યમ વર્ગ માટે ટેક્સના મામલે કોઈ મોટી રાહત આપવામાં આવી નથી. આમ છતાં બજેટમાં એક એવું એલાન થયુ છે જેની મદદથી તમે 13 લાખ સુધીની તમારી કમાણીને ટેક્સ ફ્રી કરી શકો છો. આઓ જાણીએ શું થયું છે એલાન અને 13 લાખની કમાણી પર ટેક્સ બચાવવાની ગણતરી આજે જાણીશુ.

સૌ પ્રથમ જાણીશું શુ થયુ છે એલાન?

વાસ્તવમાં સરકારે સામાન્ય બજેટમાં 45 લાખના મકાન ખરીદનારાને લોનના વ્યાજ દર પર 1.5 લાખની વધારાની છૂટનું એલાન કર્યુ છે. પહેલા આ છૂટ 2 લાખ સુધીની હતી જે હવે વધારીને 3.50 લાખ કરવામા આવી છે. આ સિવાય ઇલેકટ્રોનિક વ્હીકલમાં લોનમાં 1.5 લાખ રૂપિયાની છૂટ આપવામાં આવી છે. આ તમામનો ફાયદો ઉઠાવી તમે 13 લાખ રૂપિયા સુધીનું વાર્ષિક કમાણી પર ટેક્સની બચત કરી શકાશે.

અહીં જણાવી દઈએ કે 5 લાખની કમાણી ટેક્સ ફ્રી છે એટલે આ રકમ પર કોઈ ટેક્સ નહી આપવાનો રહે. કહેવાનો મતલબ છે કે જો તમે 13 લાખ રૂપિયાની કમાણી કરો છો તો 7 લાખ 50 હજાર રૂપિયાની છૂટનો ફાયદો ઉઠાવી ટેક્સેબલ કમાણી 5 લાખ રૂપિયા સુધીની કરી શકો છો. ત્યાર બાદ 5 લાખની કમાણી પર ટેક્સ ફ્રીનો ફાયદો મળી શકશે. 
આ છે ગણતરી. 

તમારી વાર્ષિક કમાણી 13 લાખ રૂપિયા સ્ટાન્ડર્ડ ડિડક્શન 12 લાખ 50 હજાર રૂપિયા એટલેકે 12 લાખ 50 હજાર રૂપિયાના હિસાબે રોકાણમાં છૂટ મળી જશે. આ રકમ પર છૂટનો લાભ આ રીતે મેળવી શકશો. હોમલોન પર વ્યાજ 2 લાખ રૂપિયા, 80 Cથી છૂટ 1 લાખ 50 હજાર રૂપિયા, મેડિકલ ઈશ્યોરન્સ 50 હજાર રૂપિયા, એનપીએસ 50 હજાર રૂપિયા, હોમલોન પર વ્યાજમાં વધારાની છૂટ 1 લાખ 50 હજાર રૂપિયા, ઈ વાહન પર છૂટ 1 લાખ 50 હજાર રૂપિયા.

હવે તમારી કમાણી 7 લાખ 50 હજાર રૂપિયા થશે. હવે તમારી વાર્ષિક કમાણી 12.50 લાખ રૂપિયામાંથી ઘટીને 12.50 લાખ થઈ જશે. 5 લાખની ઈન્કમ ટેક્સ ફ્રી છે. જે રકમ પર તમારે ટેક્સ આપવાનો નથી.