ભારતીય પાસપોર્ટ ધરાવતા એનઆરઆઈને દેશમાં આવતાની સાથે જ આધાર કાર્ડ આપી દેવામાં આવશે.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે 2019-20નું પૂર્ણ બજેટ રજુ કર્યું હતું. જેમાં વિદેશમાં રહેતા ભારતીયો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. હવેથી ભારતીય પાસપોર્ટ ધરાવતા એનઆરઆઈએ દેશમાં આવતાની સાથે જ આધાર કાર્ડ આપી દેવામાં આવશે.

વર્તમાન વ્યવસ્થા પ્રમાણે, ભારતીય પાસપોર્ટ ધારક એનઆરઆઈને આધાર કાર્ડ મેળવવા માટે 180 દિવસની રાહ જોવી પડતી હતી.

નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, ભારતીય પાસપોર્ટ ધારક એનઆરઆઈને 180 દિવસની નિર્ધારીત સમયમર્યાદાની રાહ જોયા વગર આધાર કાર્ડ આપવામાં આવશે. નાણાંમંત્રીની આ જાહેરાથી એનઆરઆઈ લોકોને ખુબ લાભ થશે. તેઓ પોતાનું કેવાઈસી પુરૂ કરી શકશે અને દેશમાં આર્થિક લેવડ-દેવડ પણ કરી શકશે.

આ ઉપરાંત આધાર કાડ મળવાથી એનઆરઆઈને ઈન્કમ ટેક્ષ રિટર્ન ફાઈલ કરવામાં પણ સરળતા રહેશે. વર્તમાન આધાર નિયમો પ્રમાણે દેશના દરેક નાગરિકોને આધાર નંબર મેળવવાનો અધિકાર છે. જોકે ભારતીય પાસપોર્ટધારક એનઆરઆઈને 180 દિવસ સુધી રાહ જોવી પડતી હતી.. આધાર નંબર મેળવવામાં આટલો લાંબો સમય લાગવાના કારણે પ્રવાસી ભારતીયોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે બજેટમાં કરવામાં આવેલી જાહેરાતથી તેમને મોટી રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Business
Ashadeep Newspaper

તમે પણ બદલી છે જોબ તો જાણી લો આ મહત્વની વાત, ટેક્સ બચતથી પેન્શન સુધી મળશે લાભ

નોકરીઓ બદલવા ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકોએ પણ PF ટ્રાન્સફર કરવું આવશ્યક છે. આનાથી તેમને ટેક્સ બચતમાં ફાયદો થશે

Read More »
World
Ashadeep Newspaper

બ્લેક ફ્રાઈડે / અમેરિકામાં રેકોર્ડ $7 અબજનું ઓનલાઈન વેચાણ, માત્ર ફોન દ્વારા જ 3 અબજ ડૉલરના ઓર્ડર બુક થયા

થેન્ક ગિવિંગ ડેના બીજા દિવસે એટલે કે શુક્રવારે બ્લેક ફ્રાઈડે તરીકે મનાવાય છે ગત વર્ષેની તુલનાએ આ વર્ષે 1.2 અબજ

Read More »