મોદી સરકારની ભેટ, 45 લાખ સુધીનું મકાન ખરીદનારના બચશે 7 લાખ રૂપિયા, જણો કેવી રીતે

મોદી સરકારની ભેટ, 45 લાખ સુધીનું મકાન ખરીદનારના બચશે 7 લાખ રૂપિયા, જણો કેવી રીતે

મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળના પહેલા પૂર્ણકાલીન બજેટમાં મધ્યમવર્ગના લોકોને મોટી રાહત આપી છે. સૌના માટે મકાન અને સસ્તા મકાનના લક્ષ્યાંકને લઈને આગળ વધી રહેલી મોદી સરકારે 45 લાખ રૂપિયા સુધીની કિંમતનું ઘર ખરીદનારને રાહત આપી છે.

મોદી સરકારે 45 લાખ રૂપિયા સુધીનું ઘર ખરીદવા ઈચ્છુકોને 1.5 લાખ રૂપિયા સુધીની વધારાની છુટ આપવાની જાહેરાત કરી છે.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી છે કે, 45 લાખ રૂપિયાનું સસ્તુ ઘર ખરીદવા માટે 31 માર્ચ 2020 સુધી લેવામાં આવેલી લોન પર વ્યાજ હેતુ 1.5 લાખ રૂપિયાનો વધારે ઘટાડો કરવાની મંજુરી આપવાનો પ્રસ્તાવ રજુ કરૂ છું.

તેમણે કહ્યું હતું કે, આ પ્રકારના સસ્તા મકાન ખરીદનારા વ્યક્તિને હવે 3.5 લાખ રૂપિયા સુધીના વ્યાજ સંબંધીત ઘટાડાનો લાભ મળશે. ચક્રવૃદ્ધિ વ્યાજને સમાલે કરવામાં આવે તો મધ્યમવર્ગીય મકાન ખરીદનારાઓ કે જે 15 વર્ષની સમયમર્યાદાની લોન લેશે તેને લગભગ 7 લાખ રૂપિયાનો લાભ મળશે.