ગેરકાયદે ઘૂસવાની કોશિષમાં 3500 ફૂટની ઊંચાઇ પરથી વિમાનમાંથી પડ્યો શખ્સ

ગેરકાયદે ઘૂસવાની કોશિષમાં 3500 ફૂટની ઊંચાઇ પરથી વિમાનમાંથી પડ્યો શખ્સ

સાઉથ વેસ્ટ લંડનમાં એક વ્યક્તિ પોતાના ઘરની બહાર બગીચામાં તડકે તપતો હતો. અચાનક જ જોરદાર અવાજની સાથે તેની બાજુમાં કોઇ એક વ્યક્તિનો મૃતદેહ પડ્યો. તડેક શેકાનાર વ્યક્તિ રીતસરનો ડરી ગયો. એ તો હેરાન-પરેશાન થઇ ગયો. જો મૃતદેહ તેની ઉપર પડ્યો હોત તો શકય છે કે તે પણ ના બચી શકત. જો કે આ મૃતદેહ કેન્યા એરવેઝની ફ્લાઇટમાંથી પડ્યો હતો. આ ઘટના ગયા રવિવારે પડી હતી. મૃતદેહ એટલો ક્ષત-વિક્ષત થઇ ગયો હતો કે તેની ઓળખ કરવી મુશ્કેલ થઇ ગઇ છે. પ્લેનમાંથી પડનાર વ્યક્તિ ચોક્કસ પ્લેનના લેન્ડિંગ ગિયર કંપાર્ટમેન્ટમાં છુપાઇને મુસાફરી કરી રહ્યો હતો.

એક સાક્ષી ડેવિડ કાર્માલ્ટે લંડનના અખબાર લંડન ઇવનિંગ સ્ટાન્ડર્ડને કહ્યું કે અમારા પાડોશી એ સમયે બગીચામાં તડકે બેઠા હતા. મૃતદેહ અને તેમની વચ્ચેનું માત્ર એક મીટરનું જ અંતર હતું. આ ચમત્કાર જ છે કે કોઇ બીજું ના મોત ના થયું.

લંડનની મેટ્રોપોલિટન પોલીસે સોમવારના રોજ ટ્વીટ કરીને કહ્યું કે પ્લેનમાંથી પડનાર શખ્સની ઓળખ કરવાની કોશિષ થઇ રહી છે. જ્યારે કેન્યાની રાજધાની નૈરોબીમાં કેન્યા એરવેઝની ફ્લાઇટ KQ 100માં સવાર થયો હતો. મૃતદેહ એટલો ક્ષત-વિક્ષત થઇ ચૂકયો હતો કે તેની ઓળખ કરવી મુશ્કેલ છે કે તે કોઇ મહિલાની છે કે પુરુષની. પોલીસે કહ્યું કે પ્લેનના લેન્ડિંગ ગિયર કંપાર્ટમેન્ટમાં એક બેગ, પાણી અને થોડોક ખાવાનો સામાન મળ્યો છે. કેન્યા એરવેઝ પણ કેસની તપાસ કરી રહ્યું છે.

વિમાનમાંથી કોઇ શખ્સના પડ્યાની આ કોઇ પહેલી ઘટના નથી. કેટલાંક પ્રવાસી કયાંક જવાની ઇચ્છામાં કે શ્રેષ્ઠ જીવનની તપાસમાં પ્લેનમાં કોઇપણ જગ્યાએ છુપાઇ જાય છે. મોટાભાગના લોકોનું આ રીતે પડવાથી જ મોત થયું છે. કેટલાંક ભાગ્યાશાળી રહ્યા છે જે બચી જાય છે. જો કે આવું બહુ ઓછી વખત થાય છે.

આની પહેલાં પણ લંડનમાં વૃક્ષો કે દુકાનોની છત પર પ્લેનમાંથી લોકોના મૃતદેહ પડ્યા છે. કેટલાંય પડ્તા પહેલાં જ પ્લેનના કંપાર્ટમેન્ટમાં ખૂબ જ ઓછા તાપમાન અને ઓક્લિજનની કમીથી જીવ તોડી ચૂકે છે.

2012મા અંગોલાથી આવી રહેલા બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાંથી તૂટતા જોસ મતાદા નામના વ્યક્તિનું મોત થયું હતું. તેમના ગુમ થયાનો રિપોર્ટ નોંધાયો હતો , તેના લીધે તેમની ઓળખ 6 મહિને થઇ હતી. આવી જ એક ઘટના 2015મા જ્હોનિસબર્ગથી લંડન આવી રહેલા બ્રિટિશ એરવેઝની જ ફ્લાઇટમાંથી એક વ્યક્તિનો મૃતદેહ સાઉથવેસ્ટ લંડનના રિચમંડ સ્થિત આવેલી એક દુકાનની છત પર પડ્યો હતો. જો કે છુપાઇને સફર કરી રહેલા બીજા એક શખ્સે બાદમાં પ્લેનના પૈડાની વચ્ચે જીવતો મળ્યો હતો.