આજથી ઓનલાઈન મની ટ્રાન્સફર ફ્રી, થશે કેટલાક મહત્વના ફેરફારો

આજથી ઓનલાઈન મની ટ્રાન્સફર ફ્રી, થશે કેટલાક મહત્વના ફેરફારો

જુલાઈ મહિનાના સ્ટાર્ટીંગથી કેટલાક મહત્વના ફેરફાર થવા જઈ રહ્યાં છે. ઓનલાઈન મની ટ્રાન્સફર હવે ફ્રી થઈ જશે. RTS કે NFTથી નાણા ટ્રાન્સફર પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં.

તેવી જ રીતે હોમ લોન સાથે હવે રેપોરેટને પણ જોડવામાં આવશે. જેથી રેપોરેટમાં જેવું પરિવર્તન થાય કે તરત હોમ લોનના વ્યાજદરમાં પણ વધઘટ થશે. તે ઉપરાંત કેટલાક માપદંડો ફરજિયાત કરતા કાર મોંઘી થશે. મારુતિ અને મહિન્દ્રાની કાર રૂ. 12 હજારથી રૂ. 36 હજાર સુધી મોંઘી થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

એવી જ રીતે નાની બચતો પરનો વ્યાજદર પણ ઘટશે. સુકન્યા સમૃદ્ધિ યોજના, PPF જેવી બચત યોજના પરનો વ્યાજદર 0.1% ઘટવાનો અંદાજો લગાવવામાં આવ્યો છે. તે ઉપરાંત સબસિડીવાળા રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 100નો ઘટાડો કરવામાં આવ્યો છે.

1 જુલાઈથી તેનો ભાવ 636 રૂપિયા રહેશે. આ સાથે જ રેલવે દ્વારા 7000 જેટલી ટ્રેનના સમયમાં પણ ફેરફાર કર્યો છે. કેટલીક ટ્રેનની સ્પીડમાં વધારો કરવામાં આવ્યો છે. તો કેટલીક ટ્રેનોના ફેરા વધાર્યા છે.