BCCIની સત્તાવાર જાહેરાત, ઇંગ્લેન્ડ સામે વાદળી નહીં પણ આ જર્સી પહેરીને ઉતરશે ટીમ ઇન્ડિયા

BCCIની સત્તાવાર જાહેરાત, ઇંગ્લેન્ડ સામે વાદળી નહીં પણ આ જર્સી પહેરીને ઉતરશે ટીમ ઇન્ડિયા

ભારતીય ટીમ વર્લ્ડ કપમાં પોતાની સાતમી મેચમાં ઉતરશે ત્યારે તે હંમેશાની જેમ વાદળી રંગની જર્સીમાં જોવા નહીં મળે. ભારતીય ટીમ 30 જૂનનાં એજબેસ્ટનમાં યજમાન ઇંગ્લેન્ડ સામે રમાવામાં આવનાર પોતાની મેચમાં નારંગી રંગની જર્સી પહેરીને ઉતરશે. બીસીસીઆઈએ આ વિશે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. બીસીસીઆઈએ આ જર્સીની તસવીર પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર કરી છે. આ જર્સીની સત્તાવાર જાહેરાત થાય તે પહેલા જ તેને લઇને ઘણી જ ચર્ચાઓ થઈ હતી. હવે ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમ જે જર્સી પહેરીને રમવા ઉતરશે તેનો રંગ નારંગી અને વાદળી હશે.

https://twitter.com/BCCI/status/1144608131063795713

ભારતીય ટીમની સ્પોન્સર અને કિટ નિર્માતા નાઇકીએ સત્તાવાર રીતે ટીમ ઇન્ડિયાની નવી જર્સીની જાહેરાત કરી છે. આ જર્સી પાછળથી નારંગી રંગની છે અને આગળથી વાદળી રંગની છે. જર્સીની બાંયો પણ નારંગી રંગની છે અને તેના પર ટીમ ઇન્ડિયા પણ નારંગી રંગથી લખવામાં આવ્યું છે. નાઇકીએ આ જર્સીને લૉન્ચ કરતા કહ્યું કે, “ભારતીય ટીમની અવે જર્સી નવી પેઢીનાં હાર ના માનવાનાં જજ્બાને લઇને પ્રેરિત છે.”

ટીમ ઇન્ડિયાની જર્સી પર શું કહ્યું આઈસીસીએ

આઈસીસીએ જણાવ્યું કે, “બીસીસીઆઈને રંગનાં વિકલ્પ આપવામાં આવ્યા હતા અને તેમણે એ પસંદ કર્યો જે તેમને સૌથી સારો લાગ્યો. આવુ એ માટે થઈ રહ્યું છે જેથી બે ટીમો મેદાન પર અલગ જોવા મળે, કેમકે ઇંગ્લેન્ડ પણ ભારતની જેમ વાદળી રંગની જર્સી પહેરીને રમી રહી છે. ભારતે અલગ દેખાવા માટે બીજો રંગ પસંદ કરવો પડ્યો.”