Video: પ્લાસ્ટિકની બેગમાંથી મળી નવજાત બાળકી, અમેરિકન પોલીસે નામ આપ્યું – ‘ઇન્ડિયા’

Video: પ્લાસ્ટિકની બેગમાંથી મળી નવજાત બાળકી, અમેરિકન પોલીસે નામ આપ્યું – ‘ઇન્ડિયા’

અમેરિકાના જ્યોર્જિયા પ્રાંતની પોલીસને પ્લાસ્ટિક બેગમાંથી એક નવજાત બાળકી મળી છે. પોલીસે આ બાળકીનું નામ ‘ઇન્ડિયા’ રાખ્યું છે અને તેની માતાને શોધવા માટે અભિયાન શરૂ કર્યું છે. તેના અંતર્ગત કમિંગ (cumming) શહેરના પોલીસ વિભાગે એક વીડિયો શેર કર્યો છે. તેમાં લોકો પાસે મદદની અપીલ કરી છે અને કોઇને પણ માહિતી આપવા માટે ફોન નંબર ઉપલબ્ધ કરાવ્યો છે. સાથો સાથ કહ્યું છે કે માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાશે. પોલીસે મંગળવારના રોજ આ વીડિયો રજૂ કર્યો છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે છ જૂનના રોજ રાત્રે અંદાજે 10 વાગ્યે એક રાહદારી એ સૂમસાન વિસ્તારમાં બાળકીનો રડવાનો અવાજ સંભળાયો. તેણો પોલીસને માહિતી આપી. ત્યાં જ્યારે પોલીસ અધિકારી પહોંચ્યા તો તેને બોડીમાં લાગેલા કેમેરાએ નવજાત બાળકીના મળવાની આખા ઘટના કેદ કરી. ત્યારબાદ પહેલાં તો પોલીસે બાળકીના પરિવારજનોને શોધવાની કોશિષ કરી પણ સફળતા મળી નહીં તો મંગળવારના રોજ સામાન્ય પ્રજા માટે વીડિયો રજૂ કર્યો છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ અંગે સ્થાનિક પોલીસનું કહેવું છે કે આ બોડી કૈમ ફૂટેજ માટે એટલા જરૂરી છે તેનાથી વિશ્વસનીય માહિતી મળી શકે. તેમાં પણ કહ્યું છે કે બાળકીનું સ્વાસ્થય સંપૂર્ણપણે સારું છે.

વીડિયોમાં એ પળોને જોઇ શકાય છે કે જ્યારે એક પોલીસ અધિકારી પ્લાસ્ટિક બેગને ખોલે છે અને બાળકીને કહે છે કે મને બહુ જ અફસોસ છે, જુઓ તમે કેટલાં અગત્યના છો. ત્યારબાદ બાળકીને મેડિકલ તપાસ માટે મોકલે છે અને પછી કંબલથી ઢાંકી દેવાય છે.

છ જૂનથી જ પોલીસ બાળકીની માતાની તપાસ કરી રહ્યા છે. હવે સોશિયલ મીડિયાનો સહારો લેતા ટ્વિટર પર તેમણે કહ્યું કે શું કોઇ બતાવી શકે છે કે આસપાસના એરિયામાં થોડાંક સમય પહેલાં કોઇ મહિલાની ડિલિવરી થવાની હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયોની ખૂબ જ ભાવુક પ્રતિક્રિયાઓ મળી છે. સેંકડો લોકોએ #BabyIndiaના નામથી આ વીડિયોને શેર કરતાં બાળકીની માતા શોધવામાં મદદની અપીલ કરી છે.