…જ્યારે ગુલામ નબી આઝાદને PM મોદીએ કહ્યું, કુછ દિન તો ગુજારીયે ગુજરાત મેં…

…જ્યારે ગુલામ નબી આઝાદને PM મોદીએ કહ્યું, કુછ દિન તો ગુજારીયે ગુજરાત મેં…

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર એક એક કરીને આકરા પ્રહારો કર્યા છે. આ દરમિયાન વડાપ્રધાને સરદાર પટેલના મુદ્દે પણ કોંગ્રેસને બરાબરની ઘેરી અને સાથે જ રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદજી, કુછ દિન તો ગુજારીયે ગુજરાત મેં…

સરદાર પટેલ મુદ્દે કોંગ્રેસને બરાબરની ઘેરતા તેમણે કહ્યું હતું કે, સરદાર પટેલ કોંગ્રેસના જ મોટા નેતા હતાં, પરંતુ તેઓ માત્ર ગુજરાતમાં જ કોંગ્રેસના પોસ્ટરમાં દેખાતા હતા. દેશમાં નહીં. જ્યારે અમે સરદાર સાહેબની સૌથી મોટી મૂર્તિ બનાવી, હું કહેવા માંગુ છું કે, કોંગ્રેસના નેતા ત્યાં જાય અને શ્રદ્ધસુમન અર્પણ કરે.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્દ્ર મોદીએ ગુલામ નબી આઝાદને ટોણોં મારતા કહ્યું હતું કે, ગુલામ નબી જી.. કુછ દિન તો ગુજારિયે ગુજરાત મેં. વડાપ્રધાન મોદીએ આટલું કહેતા જ સદનમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, સરદાસ સાહેબના સમ્માનમાં અમે જ્જે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી બનાવ્યું છે, હું આગ્રહ કરવા માંગીશ કે કોંગ્રેસના સૌથી મોટા નેતા એક વખત ત્યાં જઈને શ્રદ્ધાસુમન અર્પ્ણ કરીને આવે.