સૌથી ઓછી કિંમતમાં હાર્લી ડેવિડસનનું બાઇક ભારતમાં થશે લૉન્ચ, તસવીર આવી સામે


અમેરિકન કંપની હાર્લી ડેવિડસન 338cc એન્જિનની ક્ષમતાવાળી બાઇક લોન્ચ કરશે. કંપનીએ ગુરુવારે જાહેરાત કરી હતી કે, હાર્લી ડેવિડસન એશિયાઈ પાર્ટનર સાથે મળીને 338cc એન્જિનની ક્ષમતાવાળી એન્ટ્રી લેવલ બાઇક્સ બનાવશે.

મહત્વની વાત એ છે કે, આ પ્રકારની બાઇક બનાવવા માટે હાર્લીએ કોઈ ભારતીય કંપનીની પસંદગી કરવાને બદલે ચીનની કંપની Zhejiang Qianjiang મોટરસાઇકલ સાથે કરાર કર્યો છે.

ચીનની Zhejiang Qianjiang મોટરસાઇકલ સાથે કરાર કરીને હાર્લી ઓછી કિંમતવાળી એન્ટ્રી લેવલની 338ccની બાઇક બનાવશે. કંપનીએ બાઇકનો સેમ્પલ ફોટો પણ રિલીઝ કરી દીધો છે. અમેરિકી અને ચીની કંપની મળીને 2020ના અંત સુધીમાં 338ccની આ બાઇક લોન્ચ કરશે

આ બાઇક પ્રથમ ચીનમાં લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન, મલેશિયા, ફિલિપાઇન્સ, વિયેતનામ અને ઈન્ડોનેશિયામાં પણ લોન્ચ કરવામાં આવશે. ભારતમાં આ બાઇક વર્ષ 2021માં આવે તેવુ અનુમાન છે.

આ બાઈકની વિશેષતા

સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ હાર્લી ડેવિડસનની 338cc બાઇકનું નામ હાર્લી ડેવિડસન સ્ટ્રીટ 350cc રાખવામાં આવી શકે છે.

આ બાઇકમાં 338ccનું સિંગલ સિલિન્ડર મળશે, જે 30 PS પાવર અને 30 Nm ટોર્ક જનરેટ કરશે.

આ બાઇકની કિંમત ઓછી રાખવા માટે કંપની હરિયાણાના બાવળમાં આ બાઇક બનાવશે.

આ બાઇકનાં સિંગલ સિલિન્ડર વેરિયન્ટની કિંમત 2.5 લાખ રૂપિયાથી લઇને 2.25 લાખ રૂપિયા રાખવામાં આવશે. જ્યારે ટ્વિન સિલિન્ડર હાર્લીની કિંમત 3 લાખ રૂપિયાથી લઇને 3.5 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

તેમાં એલઈડી હેડલેમ્પ્સ, ફુલ્લી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને આગળ-પાછળ બંને બાજુ એન્ટિ બ્રેકિંગ સિસ્ટમ (ABS) જેવાં ફીચર્સ મળશે.

ભારતમાં આ બાઇકની ટક્કર રોયલ એન્ફિલ્ડ સાથે થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Technology
Ashadeep Newspaper

1 મિનિટનો વીડિયો બનાવો અને દર મહિને 20 હજાર રૂપિયાથી વધુ કમાવો! આવી રીતે મેળવો તક

જો તમે સોશિયલ મીડિયાથી પૈસા કમાવવા માંગતા હોવ, તો તમારા માટે એક સારા સમાચાર છે. જ્યાં તમે ઘરે બેઠા એક

Read More »
World
Ashadeep Newspaper

વીદેશી મીડિયામાં ફરી મોદી પર પ્રહાર : વડાપ્રધાનના અભિમાનથી ભારતમાં ડરનો માહોલ, વેક્સિન નિકાસનો ઢંઢેરો પીટ્યો, પરંતુ પોતાની ઉત્પાદનક્ષમતા જ નથી ખબર

દેશમાં રોજ 3.5 લાખ નવા કોરોનાના દર્દી અને 2000થી વધારેનાં મોત ભારતનો આત્મા આંધળા રાજકારણમાં ખોવાઈ ગયો- ધી ગાર્ડિયનભારતીય મતદારોએ

Read More »