રાજ્યમાં કોરોના કાબૂમાં : 33 જિલ્લા-કોર્પોરેશનમાં શૂન્ય મોત, 6માં ડિસ્ચાર્જ પણ શૂન્ય; એક પણ જિલ્લામાં 100થી વધુ નવા કેસ નહીં

રાજ્યમાં કોરોના કાબૂમાં : 33 જિલ્લા-કોર્પોરેશનમાં શૂન્ય મોત, 6માં ડિસ્ચાર્જ પણ શૂન્ય; એક પણ જિલ્લામાં 100થી વધુ નવા કેસ નહીં

ગુજરાતમાં બુધવારે કોરોના નવા 644 કેસ નોંધાયા હતા તથા વધુ 10 લોકોનાં મોત નીપજ્યાં હતા. આ સાથે કુલ કેસની સંખ્યા 8,18,351 તથા કુલ મરણાંક 9,965 થયો છે. કુલ 7.94 લાખ લોકો સાજા થયા છે. રિકવરીની ટકાવારી 97.11 ટકા થઈ છે. સારી વાત એ છે કે રાજ્યના 33 જિલ્લા, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં એક પણ મૃત્યું નોંધાયાં નહોતાં. જ્યારે 6માં એક પણ દર્દી ડિસ્ચાર્જ થયા નહોતા.

અમદાવાદમાં સૌથી વધુ 93 કેસ તથા 3 મોત થયાં હતાં જ્યારે વડોદરામાં 92, સુરતમાં 63 કેસ-1 મૃત્યુ અને રાજકોટ શહેરમાં 27 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 1,675 લોકોને બુધવારે ડિસ્ચાર્જ કરાયા હતા. હાલ એક્ટિવ કેસની સંખ્યા 13,683 છે. જેમાંથી 346 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં બુધવારે સાંજે 5 વાગ્યા સુધીમાં 2,66,222 લોકોને રસી આપવામાં આવી હતી.

શૂન્ય મોતવાળા જિલ્લાઃજૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, અરવલ્લી, કચ્છ, નવસારી, મહેસાણા, પંચમહાલ, વલસાડ, ભાવનગર, દ્વારકા, નર્મદા સહિત અન્ય જિલ્લા.
શૂન્ય કેસવાળા જિલ્લાઃ સુરેન્દ્રનગર તથા ડાંગમાં એક પણ નવા કેસ નથી જ્યારે 22 જિલ્લામાં 10થી ઓછા કેસ.

8માંથી 6 કોર્પોરેશનમાં શૂન્ય મોત, અમદાવાદમાં 3 અને સુરતમાં 1નું મોત
વડોદરા, રાજકોટ, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ, ભાવનગર મ્યુનિ. કોર્પોરેશનમાં એક પણ મોત નોંધાયા નહોતા. અમદાવાદમાં 3, સુરતમાં 1 મોત થયાં છે.

રિકવરી 97% પાર

  • રાજ્યમાં બુધવારે 1,675 દર્દીને રજા આપવામાં આવી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ વધીને 97.11 ટકા થયો હતો. કુલ 7.94 લાખ ડિસ્ચાર્જ થયા છે. રસીકરણ 28% પાર
  • બુધવારે 2,66,222 લોકોને રસી આપવામાં આવી હતી. રાજ્યમાં કુલ 1,89,14,643 લોકોને રસી અપાઈ છે. 18થી 45 વર્ષના 30 લાખ લોકોને રસી મળી ચૂકી છે.

( Source – Divyabhaskar )